Against corruption News

અમદાવાદ: CM રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આજે ફેસબુક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા માટે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવા અને સિસ્ટમનાં સુધારો કરવા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવાનો હુંકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. આપણે પણ તે જ રસ્તે ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવે, ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને તેને નિયંત્રીત કરાય તે માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. અમારો કોઇ વ્યક્તિગત્ત એજન્ડા નથી. આપણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને મજબુત બનાવ્યું છે. એસીબીનાં દરોડાનો વ્યાપ પણ વધાર્યો છે. ભ્રષ્ટાચારીને પકડીને તેને નાથવાનો પ્રયાસ છે. બધુ જ ચલાવી લેવું તેવા અમે કાયર નથી.
Jan 17,2020, 0:10 AM IST

Trending news