Ahmedabad house price: જો તમે પણ અમદાવાદમાં ઘરનું ઘર લેવાનું કે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. અમદાવાદનો વ્યાપ હવે તેની સરહદો ઓળંગીને પરા વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા છેલ્લા એક વર્ષમાં 21 જેટલી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરીની પ્રક્રિયામાં વેગ આપતા આગામી સમયમાં જમીન અને મકાનોના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
Ahmdabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમજન્સી લેન્ડિંગ. ઇન્ડિગો ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી. કુવૈતથી દિલ્હી જતી હતી ફ્લાઇટ. ફ્લાઇટ 180 પેસેન્જર સવાર. ફ્લાઇટ અને લગેજનું ચેકીંગ હાથ ધરાયુ. તમામ પેસેન્જર નું પણ ચેકીંગ
Ahmedabad News:સફેદ લાઇટવાળા કારચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે. કારમાં આંખો અંજાવી દેતી LED લાઈટ લગાવી હશે તો જેલ અને દંડની સજા થશે. રાત્રે સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી સફેદ લાઈટનો ત્રાસ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.
Ahmedabad News:જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Ahmedabad Airport Alert Republic Day: 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસને પગલે અમદાવાદ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે-બે વખત ચેકિંગ કરાશે. આ ઉપરાંત પેસેન્જરોને 3 કલાક પહેલા પહોંચવા માટે કહેવાયું છે જે 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
Ahmdabad News: ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દીકરી એ 'પારકી થાપણ' કહીને છૂટી પડવાની વસ્તુ નથી, પરંતુ તેને સુરક્ષા આપવી એ માતા-પિતાની નૈતિક અને હવે કદાચ કાયદાકીય જવાબદારી પણ બની રહેશે.
Ahmdabad News: અમદાવાદ વધુ એક સરકારી પરીક્ષામાં છબરડો આવ્યો સામે આવ્યો છે. છબરડો સામે આવતા પરીક્ષા રદ કરવી પડી. Amcના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ કરાઈ. સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો ઉમેદવારના આક્ષેપ બાદ પરીક્ષા રદ. આક્ષેપના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Vatva Lake Encroachment Removal: અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે. આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.
Ahmdabad Kite Festival:અમદાવાદમાં આ વખતનો કાઈટ ફેસ્ટિવલ અલગ અને અનોખો જોવા મળશે. આ વખતના કાઈટ ફેસ્ટિવલમાં પતંગ બાજોની જગ્યા અને ફૂડ સ્ટોલ સાથે હેરિટેજ થીમ પણ ઊભી કરવામાં આવી. હેરિટેજ સીટી ગણાતા અમદાવાદના સીટી વિસ્તાર એવી પોળની થીમ કાઈટ ફેસ્ટિવલમાં ઊભી કરવામાં આવી. પોળનો અનુભવ થઈ શકે એ માટે જૂના દરવાજા, જૂની બારી, જુના પિલ્લર જેવા લાકડાના મટીરીયલો નો ઉપયોગ કરવામાં આવ્યો. 5000 સ્ક્વેર મીટરમાં યોજવામાં આવનાર કાઈટ ફેસ્ટિવલમાં સૌથી વધારે આકર્ષિત હેરિટેજ પોળની થીમ રહેશે
Ahmdabad News: પાણીપુરીનો ચટાકો માણતા પહેલાં થઈ જાઓ સાવધાન. અમદાવાદમાં પાણીપુરી વિક્રેતાઓના ત્યાં હાથ ધરાયું ચેકિંગ. ઠેર ઠેર ગંદકી અને સડેલા બટાકા સહિતનો સામાન મળ્યો. અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ કરાયો નાશ. અમદાવાદમાં ચટાકેદાર પાણીપૂરી ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
Ahmdabad News: ગુજરાતનું મેગાસિટી ગણાતું અમદાવાદ અત્યારે 'બ્રિજોના શહેર' તરીકે નહીં, પરંતુ 'તિરાડોના શહેર' તરીકે ઓળખાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં એક પછી એક બ્રિજમાં તિરાડો પડવાનો સિલસિલો યથાવત છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
Ahmdabad News: જમવામાં નોનવેજમાં ચિકનનો એક પીસ ન આપવા જેવી નજીવી બાબતે શીલજમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં બોપલ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે.
Ahmedabad Flower Show: Amc દ્વારા આયોજિત ફલાવર શોમાં રચાયો વધુ એકવાર રેકોર્ડ. સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ. આ વર્ષના ફ્લાવર શો માં તૈયાર કરાયેલા સરદાર પટેલના વિશાળ પોટ્રેટને મળ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. પોટ્રેટ ઉપરાંત ફૂલોથી બનેલા મંડાલા આર્ટને પણ મળ્યું રેકોર્ડમાં સ્થાન. અગાઉ વિશાળ ફ્લાવર બુકે અને ફ્લાવર વોલને મળ્યું હતું રેકોર્ડમાં સ્થાન
Thakor Community Announces New Rules: પાટણમાં ઠાકોર સમાજનું 'બંધારણ મહાસંમેલન' અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.
Gandhinagar News: એપ્રિલ- 2025માં ગુજરાત સરકારે રાજ્યમાં નવી શરતની જમીનને એક ઝાટકે જૂની શરતે ફરવવા અને પ્રિમિયમમાંથી મુક્તિ આપતો નિર્ણય કર્યો હતો. હવે ગણોત વહિવટ - ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ તેમજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ સહિતના તમામ મહેસૂલી કાયદાઓ, ઠરાવો-નિયમોમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. આ માટે મહેસૂલ વિભાગે સી.એલ.મીના અને જે.કે. આસ્તિક એમ બે નિવૃત IASની અધ્યક્ષતામાં બે સમિતિની રચના કરી છે.
Ahmdabad News:અમદાવાદમાં વધુ એક બ્રિજ બની શકે છે વાહન ચાલકો માટે જોખમી. શહેરમાં વધુ એક બ્રિજના કામને લઈને સર્જાઇ શકે છે વિવાદ. બ્રિજ ઉપર જોઈન્ટ એક્સપાન્શન તૂટતા સર્જાઈ શકે છે દુર્ઘટના. શહેરમાં સૌથી વ્યસ્ત એવા આશ્રમ રોડ ઉપર ઇન્કમટેક્સ બ્રિજ ઉપર જોઈન્ટ એક્સપાન્શન તૂટવાની ઘટના આવી સામે. પાંચ વર્ષ પહેલાં બનેલા બ્રિજમાં જોઈન્ટ એક્સપાન્શન તૂટી બોલ્ટ બહાર આવતા કામગીરીને લઈને ઉઠ્યા સવાલ.
Ahmdabad News:અમદાવાદના કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 માં 1 લાખથી વધારે લોકો કાંકરિયા પરિસરમાં ભેગા થતા ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે. તમામ ગેટ પરથી અત્યારે હાલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. કોઈપણ નાગરિકને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
Ahmdabad News:અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો સુભાષ બ્રિજ બનશે નવો. જર્જરિત થયેલા સુભાષ બ્રિજની નવી 3D ડિઝાઈન તૈયાર. હયાત અને નવા બ્રિજને જોડી 8 લેન રોડનો બનશે બ્રિજ. 250 કરોડના ખર્ચે 3 લેયરમાં બનશે નવો બ્રિજ. સોમવારે નવા બ્રિજ માટે થશે ટેન્ડર પ્રક્રિયા. 2 ફેઝમાં કરવામાં આવશે બ્રિજની કામગીરી. પહેલા ફેઝમાં હયાત બ્રિજને કરાશે રિપેર. બીજા ફેઝમાં નવા બ્રિજની શરૂ થશે કામગીરી.
Ahmdabad News : રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રીસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે - રૂ. 250 કરોડના ખર્ચે બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ બનશે. 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ, ટ્રાફિક માંગને ધ્યાને લઈ ડબલ બિજ યોજના. 35 સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો: સુભાષ બ્રિજનું સુપરસ્ટક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે.
Ahmdabad News: અન્નનો બગાડ ન કરનારા ગ્રાહકોને 5 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. અન્નનો બગાડ ન કરનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા અપીલ. હોટેલ માલિકોને અપીલ કરાઈ ગ્રાહકોને 5 ટકા ડિસ્કાઉન્ટ આપો. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને હોટેલ માલિકોને અપીલ કરી. અન્નના બગાડને અટકાવવા ફેડરેશન મેદાને. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન ચલાવશે અભિયાન. પ્રાથમિક તબક્કામાં દર રવિવારને પાંચ ટકા ડિસ્કાઉન્ટ અમલમાં મુકાશે.
Ahmdabad News: વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે અત્યારે અમદાવાદ શહેર જાણે કે 'ખોદાયેલું મેદાન' કે 'બ્રિજનું જંગલ' બની ગયું છે. સ્માર્ટ સિટીના સપના દેખાડતું તંત્ર વાસ્તવમાં નાગરિકોને 'નરક' જેવી સ્થિતિમાં ધકેલી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી 35 જેટલા સ્થળોએ એકસાથે કામ શરૂ કરી દેવાની તંત્રની ઉતાવળ અત્યારે લાખો અમદાવાદીઓ માટે માથાનો દુખાવો બની છે.
Ahmdabad News: ક્ષતિગ્રસ્ત સુભાસબ્રિજ મામલે મોટા સમાચાર. મુખ્યમંત્રી તરફથી આખરે સુભાસબ્રિજ મામલે લેવાયો નિર્ણય - સૂત્ર. બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને ઉતારી નવો બનાવવાની રીપોર મુજબની ભલામણને સ્વીકારાઈ - સૂત્ર. Amc કમિશનર તરફથી Cmo ને સોંપાયો હતો રિપોર્ટ. રિપોર્ટમાં સુભાસબ્રિજનો ક્ષતિગ્રસ્ત હિસ્સો તોડી પાડવાની ભલામણને મુખ્યમંત્રીની લીલી ઝંડી