armenia
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 29 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા સેવાઈ રહી છે. બંને દેશોએ અડધી રાતથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પહેલા અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી.
Oct 26, 2020, 07:40 AM ISTઅર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ
અર્મેનિયા (Armenia) અને અઝરબૈજાન (Azerbaijan)ની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો (Mike Pompeo)એ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શક્ય બનાવી શકાય. જો કે, તેની આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે.
Oct 24, 2020, 08:52 AM ISTVideo: અઝરબૈજાન માટે લડી રહ્યાં છે સીરિયાના આતંકવાદી, આર્મેનિયાએ જાહેર કર્યાં પૂરાવા
Azerbaijan-Armenia War: અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં આર્મેનિયાએ આરોપ લગાવ્યો કે અઝરબૈજાન સીરિયાથી આવેલા આતંકવાદીઓને તેની વિરુદ્ધ હુમલા માટે ઉપયોગ કરી રહ્યું છે.
Oct 11, 2020, 08:28 PM ISTઆર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધમાં હવે ગમે તે ક્ષણે રશિયાની એન્ટ્રી!, પુતિનના એક નિવેદનથી ખળભળાટ
આર્મેનિયા-અઝરબૈજાન (Armenia-Azerbaijan) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે રશિયા (Russia) ને હવે ખબર પડી ગઈ છે કે સીરિયાથી મોકલાયેલા આતંકીઓ નાર્ગોન કારાબાખના રસ્તે રશિયામાં એન્ટ્રી લઈ શકે છે. આ ગુપ્તચર અહેવાલ સામે આવતા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઈસ્લામિક આતંકવાદીઓને સૌથી મોટી ચેતવણી આપી દીધી છે.
Oct 9, 2020, 09:41 AM ISTArmenia Azarbaijan War માં ભારતની ભૂમિકા શું હોઈ શકે, કેવી અસર પડશે?
નાગોર્નો-કારાબાખ (nagorno karabakh) પર કબ્જા અને અધિકાર માટે થઈ રહેલું યુદ્ધ (War) ને રવિવારે આઠમો દિવસ થયો. બંને તરફથી થઈ રહેલા ઘાતક હુમલાની સ્થિતિનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સાથે જ વિશ્વના અનેક દેશ શાંતિ પ્રસ્તાવ માટે પણ અપીલ કરી રહ્યા છે. જેના પર હજુ સુધી કોઈ જવાબ બંને દેશો armenia અને azarbaijan તરફથી આવ્યો નથી.
Oct 5, 2020, 08:16 AM ISTવિશ્વ યુદ્ધની ચિંગારી ભડકી!, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફફડાટ, જો આ શક્તિશાળી દેશ અર્મેનિયાના સપોર્ટમાં આવશે તો....
અર્મેનિયા અને અઝરબૈજાન(Armenia -Azerbaijan) વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલું યુદ્ધ લાંબુ ખેંચાય તેવી આશંકા છે. બંને દેશોએ યુદ્ધ (War) રોકવાની અને શાંતિ સાથે સમસ્યાનો ઉકેલ લાવવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલને ફગાવી દીધી છે. અર્મેનિયા અને અઝરબૈજાનની સેનાઓ વિવાદિત નાગોર્નો-કારાબાખ (Nagorno-Karabakh) ક્ષેત્રને લઈને આમને સામને છે. બંને તરફથી ખુબ ગોળાબારી થઈ રહી છે. બંને દેશ એકબીજાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 100ની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
Oct 1, 2020, 09:34 AM ISTત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા
ખ્રિસ્તી દેશ અર્મેનિયા(Armenia) અને મુસ્લિમ દેશ અઝરબૈજાન (Azerbaijan) વચ્ચે છેડાયેલી જંગ (War) માં તુર્કી (Turkey) અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને (Pakistan) અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે.
Sep 30, 2020, 08:42 AM ISTઆખરે કોરોનાકાળમાં છેડાઈ ગયું યુદ્ધ, અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ, 100થી વધુ ઘાયલ
આર્મેનિયા અને અઝરબૈજાન(Armenia and Azerbaijan) વચ્ચે વિવાદિત ક્ષેત્ર નાગોર્નો કારબાખ (Nagorno-Karabakh region) મુદ્દે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રવિવારે થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં સૈનિકોની સાથે સાથે નાગરિકો પણ સામેલ છે. બંને દેશોમાં થઈ રહેલા ગોળીબારના કારણે દક્ષિણ કોકસ (South Caucasus) વિસ્તારમાં અસ્થિરતાનું જોખમ પેદા થયું છે. જે દુનિયાના બજારોમાં તેલ અને ગેસ પરિવહનનો કોરિડોર છે.
Sep 28, 2020, 08:27 AM ISTઆ દેશની સ્થિતિ વધુ ખરાબ, હવે પ્રધાનમંત્રી અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં
આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિનયન અને તેમના પરિવારનો સોમવારે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે.
Jun 1, 2020, 09:39 PM IST