આ દેશની સ્થિતિ વધુ ખરાબ, હવે પ્રધાનમંત્રી અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિનયન અને તેમના પરિવારનો સોમવારે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. 

Updated By: Jun 1, 2020, 09:39 PM IST
આ દેશની સ્થિતિ વધુ ખરાબ, હવે પ્રધાનમંત્રી અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હીઃ આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિનયન અને તેમના પરિવારનો સોમવારે કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના દેશમાં કોરોનાના મામલાની ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. 

પશિનયને ફેસબુક પર પોતાનો એક રેકોર્ડ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યુ, કાલે મારો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે તે પણ કહ્યું કે, તેમના પરિવારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અર્મેનિયાઇ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, તેમનામાં આ વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તેઓ ઘરેથી કામ કરશે. તેઓ અને તેમની પત્ની અન્ના હકોબયાનના ચાર બાળકો છે. અન્ના એક પત્રકાર છે.

માત્ર 3 મિલિયન એટલે કે 30 લાખની વસ્તી વાળો આ દેશ કોરોના વાયરસથી ખુબ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધી સંક્રમણના 9492 મામલા અને 139 મૃત્યુ થયા છે.

કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા

દેશમાં વાયરસ ફેલાયા બાદથી આર્મેનિયાની હોસ્પિટલોને એક ઝટકો લાગ્યોછે. જગ્યાની કમીને કારણે, તેની સારી રીતે દેખભાળ માત્ર એવા દર્દીઓ સુધી સીમિત થઈ શકે છે, જે દર્દીમાં વાયરસથી બચવાની વધુ શક્યતા છે.

આ દેશમાં 4 મેએ લૉકડાઉન હટાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ કેસ સતત વધી રહ્યાં છે. પરિશયન તંત્રએ સ્વીકાર કર્યો કે, એન્ટી-વાયરસ ઉપાયોગને લાગૂ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. એટલું જ નહીં અહીં મોટા પાયે ક્વોરેન્ટીનનું પણ ઉલ્લંઘન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર