Arms act News

મોરબી : પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળ્યાં
મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીરને મારવા માટે ભાડુતી મારા મોકલાવનારા હિતેન્દ્રસિંહ ઝાલાને એક દિવસ પહેલા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની કોર્ટમાં લઈ આવવામાં આવતો હતો, ત્યારે ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. હાલ પોલીસે તેને પકડવા માટે જુદીજુદી દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. ત્યારે મોરબી એ-ડિવીઝન પોલીસ દ્વારા આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ આરોપીના ઘરમાંથી હાલમાં 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. ત્યારે હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે. 
Oct 16,2019, 11:47 AM IST

Trending news