આ રીતે ગુજરાતમાં મળી શકે છે ગનનું લાયસન્સ? આ પ્રોસેસ ફોલો કરજો, ક્યાંય જવાની જરૂર નથી

ભારતમાં બંદૂકનું લાયસન્સ આર્મ્સ એક્ટ 1959ના આધારે આપવામાં આવે છે. ભારતમાં રહેનારા સિટિઝન ફક્ત NBP ગન (નોન પ્રોહિબિટેડ બોર)ના આધારે બંદૂક લઇ શકે છે. આ એક્ટના આધારે કોઇ પણ સિટિઝન પોતાની સુરક્ષા માટે બંદૂકનું લાયસન્સ લઇ શકે છે.

આ રીતે ગુજરાતમાં મળી શકે છે ગનનું લાયસન્સ? આ પ્રોસેસ ફોલો કરજો, ક્યાંય જવાની જરૂર નથી

ઝી ન્યૂઝ/અમદાવાદ: અમેરિકાની માફક ગુજરાતમાં ગન મેળવવી સરળ નથી. વગર લાયસન્સે તમે બંદૂક મેળવી પણ ન શકો. જો તમે વગર લાયસન્સે બંદૂક લેવા ગયા તો તમારે જેલના સળિયા ગણવાના વારા આવી શકે છે. તો અહિં જાણો કેવી રીત મળશે તમને ગુજરાતમાં ગનનું લાયસન્સ.

ભારતમાં બંદૂકનું લાયસન્સ આર્મ્સ એક્ટ 1959ના આધારે આપવામાં આવે છે. ભારતમાં રહેનારા સિટિઝન ફક્ત NBP ગન (નોન પ્રોહિબિટેડ બોર)ના આધારે બંદૂક લઇ શકે છે. આ એક્ટના આધારે કોઇ પણ સિટિઝન પોતાની સુરક્ષા માટે બંદૂકનું લાયસન્સ લઇ શકે છે. તો આવો જાણીએ કેવી રીતે તમે પણ બંદૂક માટે લાયસન્સ લઇ શકો છો.

હવે આ શું થવા બેઠું છે? જમીનમાંથી નીકળ્યો રહસ્યમય ધુમાડો, જ્વાળામુખી ફાટશે તો...!
 
ભરવાનું હોય છે ફોર્મ A
લાઇસન્સ માટે ફોર્મ ‘A’ પોલીસ કાર્યાલયમાંથી પ્રાપ્ત કરવાનું હોય છે અથવા સ્ટેટ પોલીસની વેબ સાઈટમાંથી પણ આ ફોર્મ ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. આ ફોર્મને એપ્લાય કરતા પહેલા પાંચ રૂપિયાનો સ્ટેમ્પ લગાવો પડે છે. પછી આ ફોર્મની બધી જ વિગતો ભરી દેવાની અને આ ફોર્મને મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનરની અંતર્ગત જે કાર્યાલય હોય એમાં સબમિટ કરાવવાનું હોય છે. ફોર્મને જમા કર્યા બાદ પોલીસ અધિકારી અરજદારને એક રસીદ આપે છે. રસીદમાં અરજદાર પર કોઈ ગૂનો દાખલ નથી તેની પુષ્ટી પણ કરવામાં આવે છે.

કયા કયા ડોક્યુમેન્ટ્સ છે જરૂરી
એડ્રેસ પ્રુફ, એજ પ્રુફ, ફિટનેસ સર્ટિફિકેટની સાથે લાયસેંસિંગ અધિકારી અન્ય અનેક ડોક્યૂમેન્ટ્સની ડિમાંડ કરી શકે છે. આર્મ લાયસન્સની જરૂરિયાત અને નેચરના આધારે પણ ડોક્યુમેન્ટ્સ મંગાવી શકાય છે. સામાન્ય નાગરિકો માટે શોર્ટગન, હેન્ડગન અને સ્પોર્ટિંગ ગનનું લાયસન્સ જાહેર થયા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે. બંદૂકના લાયસન્સ માટે આ તમામ પૂરાવા આપવા પડે છે. લાયસન્સ માટે અરજદારનું ઓળખ પત્ર, ફિટનેસ પ્રૂફ્ર, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઈના 2 ફોટો સાથે બે લોકોની સાક્ષી સહી સહિતની માહિતી રજૂ કરવી પડે છે. તો સૌથી મહત્વની વાત એ છે કે, અરજી ફોર્મમાં એ વાતનો ઉલ્લેખ કરવો પડશે કે તમે બંદૂક શા માટે રાખવા માગો છો.

કોણ કોણ બંદૂકનું લાયસન્સ મેળવી શકે
સામાન્ય રીતે મિલકતની સુરક્ષા, વ્યક્તિ પોતાની સુરક્ષા માટે બંદૂક રાખી શકે છે. ત્રણથી વધારે બંદૂકના લાયસન્સ કોઈ વ્યક્તિ રાખી શકતો નથી જો આવુ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. લાઈસન્સની અરજી કર્યા બાદ સામાન્ય રીતે 90 દિવસમાં તેનો જવાબ મળી જતો હોય છે. સમગ્ર પ્રક્રિયા પોલીસની તપાસ આધારે નક્કી થાય છે. બંદૂકનું લાયસન્સ મેળવ્યા બાદ હથિયારને તમારી સાથે રાખી શકો છો. રાજ્ય બહાર બંદૂકને લઈ જવાના કેટલાક નિયમો છે. તેને અનુસરવા પડે છે.

આવેદન નકારી પણ શકે
તેવું પણ બની શકે છે કે તમારું આવેદન પત્ર નકારી દેવામાં આવે. જો કે તમે ઇચ્છો તો કેમ તમારું આવેદનપત્ર નકારવામાં આવ્યું છે તે અંગે લેખિતમાં પણ લખીને તમને જવાબ મળી શકે છે. ત્યાં જ બીજી તરફ લાયસન્સ આપનાર અધિકારીને લાગે કે આ કારણ બતાવવું જનહિત માટે યોગ્ય નથી તો તે ના પણ પાડી શકે છે. જો તમે ઇચ્છો તો આર્મ એક્ટ 1959 ધારા 18 અને આર્મ રૂલ 1962 નિયમ 5 હેઠળ તમારા આવેદનને નકારવા માટે અપીલ પણ કરી શકો છો.

સૌથી મહત્વનો હોય છે આ સવાલ
ઈન્ટરવ્યૂનો સૌથી મહત્વનો પ્રશ્ન એ હોય છે કે તમે બંદૂક રાખવા માટે કેમ ઇચ્છો છો? તેનો જવાબ મોટાભાગના લોકો એવો આપે છે કે તે સેલ્ફ ડિફેન્સ માટે જરૂરી છે. ઈન્ટરવ્યૂ બાદ સંબંધિત વ્યક્તિના રિપોર્ટ ક્રિમિનલ બ્રાંચની સાથે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની પાસે જાય છે. તેમાં કોઈ આપત્તિ નથી પણ પોલિસ અધિકારી અરજકર્તાના દસ્તાવેજ અને વાતથી સંતુષ્ટ હશે તો સંબંધિત વ્યક્તિને લાયસન્સ આપી દેવામાં આવે છે. લાયસન્સ મળ્યા બાદ વ્યક્તિ ગન વેચનારા ડીલરનો સંપર્ક કરી શકે છે. ગ્રાહકને પોતાની પસંદની બંદૂક પ્રીઓર્ડર કરવાની રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news