Awesome News

મોરબીમાં સ્ત્રીઓનું અદ્ભુત સશક્તિકરણ, દેશ-વિદેશમાં એક્સપોર્ટ થાય છે ઘડીયાળ
આસપાસમાં આવેલા વિશ્વ કક્ષાના ઘડિયાળ ઉદ્યોગ અત્યાર સુધી પુરુષ પ્રધાન હતો, પરંતુ હવે તેમાં પણ મહિલાઓ આગળ આવવા લાગી છે. ઘડિયાળના ઉધ્યોગમાં કાઠું કાઢી રહી છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના રાજકોટ રોડ ઉપર લજાઈ પાસે આવેલ સ્ટીવન ક્વાટર્ઝ નામનું કારખાનું આવેલ છે. આ કારખાનમાં રો મટિરિયલ્સની ખરીદીથી લઈને તૈયાર માલના વેંચાણ સુધીની તમામ કામગીરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અલ્કાબેન પટેલ દ્વારા સાંભળવામાં આવે છે. તેઓ કારખાનામાં રોજગાર મેળવવા માટે આવતી દરેક દીકરીઓને એક પરિવારની જેમ જ રાખે છે આટલું જ નહીં ટોપથી બોટમ સુધીના તમામ કર્મચારીઓને હૂફ પૂરી પડે છે. તેમના નાનામોટા પ્રશ્નો પણ ઉકેલે છે જેથી તેની સિધ્ધી પોઝીટીવ અસર કંપનીના પ્રોડક્શન અને વેચાણ પર પડતી હોય છે. 
Mar 6,2021, 22:23 PM IST

Trending news