Cbse બોર્ડ News

CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી
કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 
Jul 9,2020, 9:29 AM IST

Trending news