કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે: CM વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ની પ્રેરણાથી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં કાર્યાન્વિત કરાયેલી ઓક્સિઝન ટેન્કથી પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન મેળવવામાં રાહત થશે. કોરોના હજી ગયો નથી આપણે કોરોના પ્રોટોકોલ માસ્ક  સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીએ કોરોનાને હરાવીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન કર્યું હતું. 

Updated By: Jul 25, 2021, 09:01 PM IST
કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે: CM વિજય રૂપાણી

પોરબંદર : મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ની પ્રેરણાથી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં કાર્યાન્વિત કરાયેલી ઓક્સિઝન ટેન્કથી પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન મેળવવામાં રાહત થશે. કોરોના હજી ગયો નથી આપણે કોરોના પ્રોટોકોલ માસ્ક  સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીએ કોરોનાને હરાવીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન કર્યું હતું. 

બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર સાંદિપની ગુરકુળના પ્રણેતા ભાઇ રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી કાર્યાન્વિત કરાયેલી ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની ટેન્કનુ લોકાર્પણ ભાઇના હસ્તે કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં  સફળતા મેળવી છે.

કન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા

ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ. ભાઇ રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનુ નિમાર્ણ થયુ તે અંગે મુખ્યમંત્રીએ ભાઇનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યુ હતું.

PI દેસાઇે કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રએ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના હજી ગયો નથી. આપણ સૌ એ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે. આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર  રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ  કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, ભાઇએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપની ના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube