Congratulations chotu News

એક યુવતીએ રતન ટાટા માટે ઈન્સ્ટાગ્રામ પર એવો શબ્દ વાપર્યો કે, ગુસ્સે થયા યુ
બિઝનેસ ટાયકૂન રતન ટાટા (Ratan Tata) ઈન્સ્ટાગ્રામ પર નવા પ્લેયર છે. અત્યાર સુધી તેઓને સોશિયલ મીડિયાની સારી બાબતો તો સમજમાં આવી રહી હતી, પરંતુ ખરાબ અનુભવ ત્યારે થયો જ્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram)ની કડવી હકીકત સાથે સામનો થયો. પરંતુ રતન ટાટાની ખાસ વાત એ છે કે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સાદગીથી વર્તન કરવામાં માને છે. આવી જ એક ઘટના બુધવારે બની. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર થવા પર રતન ટાટાએ લોકોનો આભાર માન્યો હતો. ત્યારે એક યુવતીએ આ પોસ્ટ પર 'Congratulations Chotu' લખીને બબાલ કરી હતી. રતન ટાટાને પસંદ કરનારાઓનો યુવતીની છોટુ લખવાની વાત પસંદ ન આવી, અને તેઓએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ ખુદ ટાટાએ એવી વાત લખી દીધી કે, આટલા મોટા શખ્સને છોટુ કહેનારી યુવતી પણ પાણીપાણી થઈ ગઈ.
Feb 13,2020, 9:33 AM IST

Trending news