એક યુવતીએ રતન ટાટા માટે ઈન્સ્ટાગ્રામ પર એવો શબ્દ વાપર્યો કે, ગુસ્સે થયા યુઝર્સ

બિઝનેસ ટાયકૂન રતન ટાટા (Ratan Tata) ઈન્સ્ટાગ્રામ પર નવા પ્લેયર છે. અત્યાર સુધી તેઓને સોશિયલ મીડિયાની સારી બાબતો તો સમજમાં આવી રહી હતી, પરંતુ ખરાબ અનુભવ ત્યારે થયો જ્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram)ની કડવી હકીકત સાથે સામનો થયો. પરંતુ રતન ટાટાની ખાસ વાત એ છે કે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સાદગીથી વર્તન કરવામાં માને છે. આવી જ એક ઘટના બુધવારે બની. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર થવા પર રતન ટાટાએ લોકોનો આભાર માન્યો હતો. ત્યારે એક યુવતીએ આ પોસ્ટ પર 'Congratulations Chotu' લખીને બબાલ કરી હતી. રતન ટાટાને પસંદ કરનારાઓનો યુવતીની છોટુ લખવાની વાત પસંદ ન આવી, અને તેઓએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ ખુદ ટાટાએ એવી વાત લખી દીધી કે, આટલા મોટા શખ્સને છોટુ કહેનારી યુવતી પણ પાણીપાણી થઈ ગઈ.
એક યુવતીએ રતન ટાટા માટે ઈન્સ્ટાગ્રામ પર એવો શબ્દ વાપર્યો કે, ગુસ્સે થયા યુઝર્સ

નવી દિલ્હી :બિઝનેસ ટાયકૂન રતન ટાટા (Ratan Tata) ઈન્સ્ટાગ્રામ પર નવા પ્લેયર છે. અત્યાર સુધી તેઓને સોશિયલ મીડિયાની સારી બાબતો તો સમજમાં આવી રહી હતી, પરંતુ ખરાબ અનુભવ ત્યારે થયો જ્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram)ની કડવી હકીકત સાથે સામનો થયો. પરંતુ રતન ટાટાની ખાસ વાત એ છે કે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સાદગીથી વર્તન કરવામાં માને છે. આવી જ એક ઘટના બુધવારે બની. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર થવા પર રતન ટાટાએ લોકોનો આભાર માન્યો હતો. ત્યારે એક યુવતીએ આ પોસ્ટ પર 'Congratulations Chotu' લખીને બબાલ કરી હતી. રતન ટાટાને પસંદ કરનારાઓનો યુવતીની છોટુ લખવાની વાત પસંદ ન આવી, અને તેઓએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ ખુદ ટાટાએ એવી વાત લખી દીધી કે, આટલા મોટા શખ્સને છોટુ કહેનારી યુવતી પણ પાણીપાણી થઈ ગઈ.

છોટુ લખવા પર એ યુવતી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી. તેના બાદ રતન ટાટાએ રિપ્લાય કર્યો કે, તમામ વ્યક્તિની અંદર એક નાનકડુ બાળક જીવે છે. કૃપા કરીને આ યુવતી સાથે ઈજ્જતથી વર્તન કરો. ભારતના આ મોટા બિઝનેસ ટાયકૂન દ્વારા કરવામાં આવેલ આ સાદગીભર્યા નિવેદનથી ફોલોઅર ખુશ થઈ ગયા. રતન ટાટાના ઈન્સ્ટાગ્રામના આ રિપ્લાયને 4422 લોકોએ લાઈક કર્યું છે. 

યુવતીએ લખ્યું હતું કે, 'Congratulations Chotu'
હકીકતમાં રતન ટાટા તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામથી જોડાયેલા છે. બુધવારે તેમમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે. આ કારણે તેઓએ લોકોનો આભાર માનીને એક પોસ્ટ કરી હતી. જ્યાં બધા લોકો તેઓને અભિનંદન આપી રહ્યા હતા, ત્યાં એક યુવતીએ તેઓને 'Congratulations Chotu' કહી દીધું હતું. 

કોણ છે આ યુવતી
હકીકતમાં, જે યુવતીએ રતન ટાટાને છોટુ કહ્યા હતા, તેનું નામ રિયા જૈન હોવાનું સામે આવ્યું છે. પ્રોફાઈલ પિક્ચરથી આ યુઝર યંગ લાગી રહી છે, જોકે, ટ્રોલ થયા બાદ આ યુવતીએ પોતાની પ્રોફાઈલ સર્ચ ડિસેબલ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રતન ટાટા પોતાની અંગત લાઈફને જાહેરમાં વધુ શેર કરતા નથી. તેમની રોજિંદી કે પરિવાર સાથે જોડાયેલ તમામ બાબત લોકો જાણવા માંગતા હોય છે. હાલમાં જ તેઓએ તેમના યુવાનીકાળની તસવીર શેર કરી હતી, જે લોકોને બહુ જ પસંદ આવી હતી. તેના પહેલા રતન ટાટાએ પોતાના પાલતૂ કૂતરા ગોવાની પણ ફોટો શેર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news