expressed satisfaction

KUTCH: મુખ્યમંત્રીએ કચ્છની હોસ્પિટલની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. 

Apr 17, 2021, 07:34 PM IST

AHMEDABAD: કેન્દ્રીય ટીમે સિવિલનાં કોરોના હોસ્પિટલની સુવિધા અંગે વ્યક્ત કર્યો સંતોષ

 રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે એ-સિમ્પટોમેટિક દર્દીઓ આઈસોલેશનમાં રહે તો તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આવા સંજોગોમાં આવા દર્દીઓને પ્રાઈવેટ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી વ્યવસ્થામાં રાખી શકાય. અને જ્યાં વેન્ટિલેટર કે ICCUની આવશ્યકતા નથી એવા સારવારના સ્થળો તાત્કાલિક વધારવાની આવશ્યકતા છે.

Apr 10, 2021, 11:18 PM IST

કેન્દ્રીય ટીમે કોરોનાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો, ગ્રામ્ય કોરોનાને ગણાવ્યો પડકાર

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ ફરી એકવાર આજે (શુક્રવારે) ગુજરાતની મુલાકાતે આવી હતી. ગુજરાતની કોરોના મુદ્દે સતત વણસી રહેલી સ્થિતીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી થી 4 સભ્યોની ટિમ ગુજરાત આવી હતી. સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

Jul 17, 2020, 07:27 PM IST

હાઇકોર્ટ દ્વારા રચાયેલી નિષ્ણાંતોની ટીમે સરકારની તૈયારીને યોગ્ય ગણાવી, સંતોષ વ્યક્ત કર્યો

સરકારની કામગીરીનું અવલોકન કરવા અને સરકારની તૈયારીઓ પુરતી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નિષ્ણાંત ડોક્ટર્સની એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા પોતાનો અહેવાલ તૈયાસ કરીને સરકાર અને કોર્ટને સોંપવામાં આવ્યો છે. જો કે આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કમિટીમાં ડો. આર.કે.પટેલ, ડો.તેજસ પટેલ, ડો. દિલીપ માવલંકર, ડો. વિઠ્ઠલ શાહ, ડો. મહર્ષિ દેસાઈ, ડો. તુષાર પટેલ, ડો. અમીબેન પરીખ હાજર છે.

Jun 7, 2020, 04:23 PM IST

સરકારે પોતાનાં પગ ધોઇ પાણી પીવાનું ચાલુ કર્યું, જયંતિ રવિએ સિવિલની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે 1200 બેડની કોવિડ હોસ્પિટલનાં આઇસીયું વિભાગ અને કોરોના વોર્ડની મુલાાકત લીધી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયતની પૃષ્ટી કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

May 26, 2020, 11:48 PM IST