હાઇકોર્ટ દ્વારા રચાયેલી નિષ્ણાંતોની ટીમે સરકારની તૈયારીને યોગ્ય ગણાવી, સંતોષ વ્યક્ત કર્યો

સરકારની કામગીરીનું અવલોકન કરવા અને સરકારની તૈયારીઓ પુરતી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નિષ્ણાંત ડોક્ટર્સની એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા પોતાનો અહેવાલ તૈયાસ કરીને સરકાર અને કોર્ટને સોંપવામાં આવ્યો છે. જો કે આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કમિટીમાં ડો. આર.કે.પટેલ, ડો.તેજસ પટેલ, ડો. દિલીપ માવલંકર, ડો. વિઠ્ઠલ શાહ, ડો. મહર્ષિ દેસાઈ, ડો. તુષાર પટેલ, ડો. અમીબેન પરીખ હાજર છે.

Updated By: Jun 7, 2020, 05:39 PM IST
હાઇકોર્ટ દ્વારા રચાયેલી નિષ્ણાંતોની ટીમે સરકારની તૈયારીને યોગ્ય ગણાવી, સંતોષ વ્યક્ત કર્યો

અતુલ તિવારી/અમદાવાદ : સરકારની કામગીરીનું અવલોકન કરવા અને સરકારની તૈયારીઓ પુરતી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નિષ્ણાંત ડોક્ટર્સની એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા પોતાનો અહેવાલ તૈયાસ કરીને સરકાર અને કોર્ટને સોંપવામાં આવ્યો છે. જો કે આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કમિટીમાં ડો. આર.કે.પટેલ, ડો.તેજસ પટેલ, ડો. દિલીપ માવલંકર, ડો. વિઠ્ઠલ શાહ, ડો. મહર્ષિ દેસાઈ, ડો. તુષાર પટેલ, ડો. અમીબેન પરીખ હાજર છે.

NCPએ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવા વ્હીપ જાહેર કર્યો, કાંધલ જાડેજાના વોટ પર સૌની નજર

ડોકટર પંકજ શાહ અને ડોકટર અતુલ પટેલ સદસ્ય છે, હાલ બે સદસ્ય હાજર નથીઆ પત્રકાર પરિષદમાં તેમણે કેટલાક મહત્વના ખુલાસા કર્યા હતા.  આ અંગે ખુલાસો કરતા રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, થોડા સમય પહેલા સીએમના અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની મિટિંગ મળી, જેમાં નિર્ણય લેવાયો કે રાજ્યના ટોપ તજજ્ઞોની ટીમ બનાવીએ.

અમદાવાદમા એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ડો. તેજસ પટેલે જણાવ્યું કે, માર્ચથી જે સમસ્યા થઈ અને દેશમાં લોકડાઉન આપ્યું કે આપણે વાયરસને રોકી અથવા ધીમું પાડી શકીએ. આપણે શક્ય ફાયદો લીધો. આ વાયરસ વિશ્વ માટે નવો છે. હજુ કોઈ એક્સપર્ટ પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. આપણા અનુભવમાંથી શીખીને કામ કરવાનું છે. અમે કારણો શોધી રહ્યા છીએ. કઈ નવું આવે તો આપણે ઇમ્પલીમેન્ટ કરીએ છીએ કે ડેથ રેશિયો ઘટે. હાલ વાયરસનું ફેફસામાં જે સંક્રમણ થાય છે તે સૌથી વધુ મુસીબત છે. હાલ જે શક્ય છે એ તમામ ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. 1 મહિના પહેલા અમે એક પ્રોટોકોલ તૈયાર કર્યો અને તેને ઇમ્પ્લીમેન્ટ પણ કર્યો. કેમ ડેથ રેશિયો વધુ છે તે કહેવું હાલ કહેવું મુશ્કેલ છે.

Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું

અમેરિકા, ઇટલી, બ્રિટનમાં પણ આ જ સ્થિતિ છે. એક રાજ્યમાં ડેથ ઓછા બીજામાં ડેથ વધુ છે એ સમજવાનો પ્રયત્ન કર્યો પણ હાલ અમારું ધ્યાન સિરિયસ દર્દીઓને કેમના બચાવવા પર છે. Rtpcr કીટ ન હોય તો ડાયગનોસિસ ન થાય. એસીમટોમેટિક દર્દીઓનો ટેસ્ટ ન કરવો જોઈએ એવું ક્લીયર નિર્દેશ છે. who અને અમેરિકન બોડીએ Rtpcr ટેસ્ટના ઇન્ડિકેશન આપ્યા છે એ મુજબ એસીમટોમેટિકનો ટેસ્ટ કરવો જરૂરી નથી. પોઝિટિવમાંથી દર્દી નેગેટિક થયો એ જાણવા આ ટેસ્ટ જરૂરી નથી. માસ્ક ગાડીમાં પહેરીને જવું બીજા દેશમાં નથી. પણ મને એવું લાગે છે કે અહીં ઘણા લોકો નાની નાની વાતમાં કાયદો ભંગ કરે છે એટલે કદાચ એવું થતું હોય.

વરસાદની અસર તળે સમગ્ર દક્ષિણ ગુજરાત, 24 કલાકમાં ઉમરપાડામાં 9 ઈંચ વરસ્યો

બીટા કેટેગરીનો વાયરસ છે કોરોના. આ વાયરસ શરીરમાં જઈને બમણા દરે વધે છે. આ સમયે ઇમ્યુનિટી પાવર શરીરનો કામ કરે છે. 94 થી ઓછું ઓક્સિજન થાય શરીરમાં તો હોસ્પિટલ જવું જોઈએ. માત્ર 15 ટકા ને હાલ ઓક્સિજનની જરૂર છે અને હોસ્પિટલમાં જવાની જરૂર છે. આપણા ત્યાં દર્દીઓ મોડા હોસ્પિટલ પહોંચે છે. 80 ટકા મૃત્યુ અન્ય રોગ હોય છે તેવા દર્દીઓ મૃત્યુ પામે છે. ભારતના બધા જિલ્લાનું એનાલિસિસ કર્યું. 729 જિલ્લામાંથી 20 જિલ્લામાં 70 ટકા કેસો છે. જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ, થાણે અને ચેન્નઈમાં સૌથી વધુ કેસ છે. ગીચ વસ્તી હોય ત્યાં આ પ્રકારે કેસ જોવા મળ્યા. અમદાવાદમાં ગીચ વસ્તી, ઈન્ટરનેશનલ એરપોર્ટથી કેસ આવ્યા અને કેસ સ્પ્રેડ થયા. વધુ વજન, ડાયાબીટીસ, એનીમિયા અને હાયપર ટેંશનના દર્દીઓને વધુ થાય છે. ગુજરાતમાં મૃત્યુનું ચોક્કસ કારણ હાલ ખ્યાલ નથી. ગુજરાતમાં દર મહિને 30 હજાર મૃત્યુ થાય છે. એવું નથી કે એકા એક મૃત્યુ વધી ગયા. હાલ 25 કે 30 મૃત્યુ થઈ રહ્યા છે. 

ગુજરાતમાં આવતીકાલથી ખૂલશે હોટલ-રેસ્ટોરા, મોલમાં 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત

ડોકટર આ અંગે વધારે જાણવતા વિઠ્ઠલ શાહે કહ્યુ કે,  4 થી 74 કલાક સપાટી પર વાયરસ જીવતા રહે છે. N95 પહેરીને બધે ન ફરાય. પબ્લિકમાં ન ફરાય. બ્રેનને ઓક્સિજન ન મળે. હોસ્પિટલમાં જ પહેરવું હિતાવહ. કપડાંનું માસ્ક સામાન્ય જીવનમાં હિતાવહ. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી. 1 મીટર ઠીક છે પણ 2 મીટરનું હોય તો ખૂબ જ સારું.

અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી 

હર્ડ ઇમ્યુનિટી વિશે : ડોકટર તુષાર પટેલે જણાવ્યું કે, 100માથી 15 સંક્રમિત છે કે વાયરલ લોડ વધુ હોય તો 1 વ્યક્તિ 6 લોકોને સંક્રમિત કરી શકે. 15 એ જો 25ને સંક્રમિત કર્યા તો 40 થયા. 60 ટકા લોકો સંક્રમિત થાય તો કોરોનાનો ડર ધીરે ધીરે જતો રહેશે. વધુ આંકડાઓથી ડરવાનું જરૂરી નથી. આ વાયરસ સાથે જીવતા શીખવું પડશે.વાયરસથી ડરવાની કે લડવાની જરૂર નથી. વાયરસથી દૂર રહી સાવચેત રહી જીવવાની જરૂર છે. બેઝિકને વળગી રહેવું પડશે.

2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે

અમદાવાદમાં ખરાબ રીતે ઇફેક્ટ થયા છીએ. કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં હોવાનો ડો. તેજસ પટેલનો સ્વિકાર. આ વાયરસ ગમે ત્યારે જશે, સમય લાગી શકે છે. હકારાત્મક અભિગમની જરૂર છે. અનલોક 1 પછી લોકોમાં ડર હતો એ હવે નથી દેખાતો. ડોકટર અને સરકાર શક્ય પ્રયત્ન કરી રહી છે. કોઈ ભવિષ્યવાણી કરવી હાલ શક્ય નથી. ડોક્ટર તેજસ પટેલનાં અનુસાર મોતના ડેટા દેખાડવાનું બંધ કરે તેના કારણે લોકોની માનસિકતા નકારાત્મક બનતી જાય છે. 

ઇમ્યુનિટી વધારવા માટે કસરત અને યોગને નિયમિત જીવનનો હિસ્સો બનાવે. આ ઉપરાંત વિટામીન C અને D વધુમાં વધુ પ્રમાણમાં લો. લીંબુ પાણી, ખાટા ફળોમાંથી વિટામીસ સી ભરપુર મળે છે. આ ઉપરાંત વિટામીન ડીનો સ્ત્રોત સુર્યપ્રકાશ છે. ઝીંકની ગોળી પણ લઇ શકાય. 7-8 કલાકની પુરતી ઉંઘ થાય તે પણ જરૂરી છે. યોગ અને હકારાત્મક વલણ પણ ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર