Five News

 રાજકોટમાં રૈયાધાર નજીક પાંચ યુવાનો તળાવમાં ડૂબ્યા
રાજકોટનાં રૈયાગામ નજીક આવેલા પરશુરામ તળાવમાં પાંચ લોકો પાણીમાં ડુબી જવાની ઘટના સામે આવી હતી. જ્યારે સ્થાનિક તરવૈયાઓએ બે યુવતીઓને જીવતી બચાવી લીધી હતી. જ્યારે ત્રણ લોકો તળાવનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ફાયર બ્રિગ્રેડ દ્વારા બે યુવક અને એક પ્રૌઢના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હોતો. પ્રાથમિક તપાસમાં બે યુવક અને બે યુવતીઓ ફરવા આવ્યા હતા ત્યારે તળાવનાં કિનારે સેલ્ફિ લઇ રહ્યા હતા ત્યારે યુવકોનાં પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે યુવતીઓ તેને બચાવવા જતા પાણીમાં ગરક થઇ હતી. તમામ લોકો પાણીમાં ડુબતા માછલીઓને લોટ નાખવા આવેલા પ્રૌઢ બચાવવા જતા તેનું પણ મોત નિપજ્યું હતું.
Dec 10,2019, 19:15 PM IST

Trending news