gandhi

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. 

Dec 14, 2019, 03:00 PM IST

અનુરાધા પૌંડવાલે કરી સુમધુર પહેલ, રામધૂનથી ગાંધીના દેશને એકજૂટ કરવાનો પ્રયાસ

વંચિત વર્ગની શબરીના ભગવાન પ્રત્યેના પ્રેમ, સમર્પણનો પણ સમાવેશ થાય છે અને બાપુના જીવનનો સૌથી મોટા કસ્તૂરબાને પણ વિડિયો દ્વારા આજના સમાજ અને ખાસ કરીને યુવા વર્ગના લોકોને પોતાની પરંપરા સાથે જોડાવા આહવાન કર્યું છે.

Oct 15, 2019, 08:35 AM IST

ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

Oct 3, 2019, 09:02 AM IST

વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી.

Oct 2, 2019, 09:40 PM IST

દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશન ની 1/3 રકમ શૌચાલય બનાવવા વાપરી છે

Oct 2, 2019, 07:20 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી

વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી  ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે. 

Oct 2, 2019, 06:52 PM IST

દરેક સમસ્યાના સમાધાનમાં ગાંધી આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે: PM મોદી

Gandhi Jayanti PM Modi Live : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (mahatma gandhi) આજે ૧૫૦મી જન્મ જયંતિ (150 Gandhi Jayanti) છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં સીએમ વિજય રૂપાણી સહિત દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી હતી અને ગાંધી બાપુ અને ભારત અંગે મોટી વાત કરી હતી. 

Oct 2, 2019, 05:18 PM IST

ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકારીએ ભાડાના રૂપિયા આપ્યા

2 ઓક્ટોબર (2nd October) ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને (Prisoners) મુક્ત કરવામાં આવે છે. ત્યારે આ સમયે રાજ્યના 158 કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી 24 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.

Oct 2, 2019, 03:30 PM IST

Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત

આજે બાપુનો જન્મદિવસ છે, અને સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા. 

Oct 2, 2019, 10:05 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આવશે ગુજરાત, જાણો મીનીટ ટુ મીનીટનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે. 
 

Oct 1, 2019, 11:21 PM IST

ગાંધી જયંતી પર અમદાવાદના 150 પરિવારોના માથે આવ્યું મોટું સંકટ

અમદાવાદના હાર્દ સમા ગાંધી આશ્રમને વૈશ્વિક સ્તરનું વિકસાવવાની સરકારનું પ્રયોજન છે. પરંતુ સરકારના પ્રયત્નોથી અમદાવાદના 150 જેટલા પરિવારો નાખુશ છે. આ આશ્રમવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. આશરે 70 વર્ષ પહેલા આ આશ્રમવાસીઓના પરિવારજનોને ગાંધી બાપુ દ્વારા વસાવવામાં આવ્યા હતા. ત્યારે કરોડોના બંગલા મળે તો પણ 150 જેટલા પરિવારો આશ્રમમાં આવેલી તેમની જગ્યા છોડીને જવા તૈયાર નથી. જરૂર પડે તો 2 ઓક્ટોબર બાદ આંદોલન પર ઉતરવાની આશ્રમવાસીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Oct 1, 2019, 03:20 PM IST

આવતીકાલે ગાંધીજયંતી પર પીએમ મોદી અમદાવાદમાં, સાંજે આ રસ્તો રહેશે બંધ

આવતીકાલે 2જી ઓક્ટોબરે (2nd October) ગાંધીજીની જન્મજયંતિ (Gandhi Jayanti) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે 6 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.

Oct 1, 2019, 10:45 AM IST
PM modi will come back to gujarat PT3M58S

વડાપ્રધાન મોદી ટુંક સમયમાં ફરી આવશે ગુજરાત કારણ કે...

વડાપ્રધાન મોદી ટુંક સમયમાં ફરી ગુજરાત આવવાના છે. હકીકતમાં 2 ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ ઉજવવાનું પ્લાનિંગ છે અને આ સમયે તેઓ ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત આવશે.

Sep 17, 2019, 02:55 PM IST

મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’

વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.

Feb 25, 2019, 11:04 AM IST

ભારત અને દ. આફ્રિકાઃ સદીઓ જૂના સંબંધો ગાંધીજીએ કર્યા મજબૂત

'ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ'ની મદદથી દક્ષિણ આફ્રિકામાં ભારત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આદાન-પ્રદાન કરે છે અને સાથે જ દ.આફ્રિકાના છાત્રોને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. ભારત અને દ. આફ્રિકા વચ્ચે વાર્ષિક 15 બિલિયન ડોલરનો દ્વીપક્ષીય વેપાર કરવામાં આવે છે. ગુજરાતી સમુદાયના લોકો સૌથી વધુ વેપારમાં સંકળાયેલા છે.

Nov 30, 2018, 08:30 AM IST

ગાંધીને અનોખી શ્રદ્ધાજલિ, માનવ સાંકળ બનાવી બાળકોએ બનાવી બાપુની મુખઆકૃતિ

ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર ગાંધીજીને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Oct 2, 2018, 10:09 AM IST

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

Oct 2, 2018, 09:05 AM IST