Gst collection News

ટેક્સ માટે ડુપ્લીકેટ બિલ બનાવીને સરકારને ચૂનો લગાવનારની ખેર નહી
ડુપ્લીકેટ બિલ બનાવીને સરકાર પાસે ઇનપુટ ક્રેડિટ ટેક્સનો દાવો ઠોકનારાઓની ખેર નહી. ટેક્સ અધિકારી ટૂંક સમયમાં આવા મામલાઓની તપાસ શરૂ કરી શકે છે, જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ધડાધડ દાવા ઠોકવામાં આવી રહ્યા છે. મામલો સીધો છે અને સરકારી ખજાના સાથે જોડાયેલ છે. GST કલેક્શનમાં ઝડપથી ધટાડો આવી રહ્યો છે અને અધિકારી તેનાથી પરેશાન છે. ટેક્સ કલેક્શન કેમ ઘટી રહ્યું છે, તેના કારણોની તપાસ માટે એક મંત્રી સમૂહની રચના કરવામાં આવશે. જ્યારે આ મંત્રી સમૂહની બેઠક થઇ, ત્યારે આ વાતની સંભાવના જોવા મળી કે કેટલાક બિઝનેસમેન નકલી બિલ દ્વારા ઇનપુટ ક્રેડિટનો દાવો ઠોકી રહ્યા છે. તેના લીધે જે ટેક્સ કલેક્શન છે, તેમાંથી મોટી રકમ ઇનપુટ ક્રેડિટ તરીકે પરત જઇ રહી છે. 
Jan 28,2019, 11:20 AM IST

Trending news