Gambhira Bridge Collapse Big Update : વડોદરામાં તૂટી પડેલા મુજપુર ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર આવ્યા છે. એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે. 100 ટનનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. અને 80 મીટરનું લિંક સ્પાન તૈયાર કરાયું છે. આ લિંક સ્પાનને લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વિશ્વકર્મા એજન્સીના એન્જીનીયરો સહિત 85 લોકોની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે.
Vadodara News: જેની રાહ વડોદરા અને આણંદ સહિત સમગ્ર ગુજરાત જોઈ રહ્યું હતું તે કામ થઈ જ ગયું. ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર બ્રિજ પરથી ઉતારવામાં સફળતા મળી. તંત્રની ઘોર નિષ્ફળતાનું ઉદાહરણ બનેલું આ ટેન્કર નીચે ઉતરતા સૌ કોઈ રાજીનું રેડ થઈ ગયું છે. આખરે કેવી રીતે મળી આ સફળતા? કેવી રીતે ટેન્કરને ઉતારાયું નીચે?
Gambhira Bridge Collapse : વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 19 દિવસ છતાં નથી ઉતારાયું ટેન્કર,,, મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ,, સરકારના આદેશ બાદ પણ તંત્રએ નથી કોઈ કામગીરી
Gambhira Bridge Accident : ગંભીરા અકસ્માતના 10 દિવસ બાદ પણ ટેન્કર પુલ પર લટકેલી હાલતમા પડેલું છે, માલિક અને ડ્રાઇવર તેને દૂર કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે.
Gujarat Bridge Collapse Wall Video: મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ફરી એક વાર વહીવટી તંત્રનો અણગઢ વહીવટ સામે આવ્યો છે. આર એન્ડ બી વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દેવાઈ. હજી ત્રણ જેટલા વાહનો બ્રિજ પર જ રહ્યા, તેથી હવે વાહનો બહાર કાઢવા માટે દીવાલ ફરી તોડવી પડશે..
Gambhira Bridge Collapse Missing Youth : પાદરા ગંભીરા મુજપુર બ્રિજ હોનારતમાં નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ હજુ નથી મળ્યો. ત્યારે પરિવારજનો દ્વારા વિક્રમસિંહની નદી કાંઠે અંતિમ ક્રિયા કરાઈ હતી. જોકે, વિક્રમસિંહનો મૃતદેહ ન મળતા તેનું પૂતળું બનાવી અંતિમ ક્રિયા કરાઈ. ત્યારે પરિવારમાં ભારે શોકનો માતમ છવાયો હતો.
Gujarat Government Action : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એક્શનમાં આવ્યું તંત્ર.... ગુજરાતમા અનેક બ્રિજ સમારકામના નામે કરાયા બંધ....બ્રિજ બંધ થતા રાહદારીઓએ મોટો ફેરો ફરવાનો આવ્યો વારો
મહી નદી પર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે અને આ બ્રિજ પર વાહન-વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે તંત્ર દ્વારા ફરી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Gujarat Bridge Collapse : મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ રાજપૂત બન્યા અદમ્ય સાહસ અને માનવતાનું પ્રતીક
Gujarat Bridge Collapse : મુજપૂર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગાયબ 22 વર્ષના વિક્રમનો હજુ કોઈ અત્તોપત્તો નથી. તો બીજી તરફ, નદીમાં પડેલા બ્રિજના સ્લેબને તોડવા 20 હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મશીન લાવવામાં આવ્યું.
Gambhira Bridge Tragedy:પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે. પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી. પીઆઇ ચારણ સહિતનો સ્ટાફ કિચડમાં કુદી પડ્યો અને પાંચ લોકોના જીવ બચાવી શકાયા, બચાવ કામગીરી દરમિયાન કાંટા વાગ્યા છતાં મચક ના આપી
Gambhira bridge collapse:ખાનગી કંપનીમાં સિક્યોરિટીમાં નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર ઘરેથી નોકરીએથી નીકળ્યા પણ ક્યારેય ઘરે પરત ફરી શક્યા નહીં. આજે એમની પત્નીના હૈયાફાટ રૂદન અને કોઈને કહેશો નહીંના વલોપાતે અનેક કઠણ કાળજાના માનવીને પણ રડાવી મૂક્યા હતા.
Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે ઋષિકેશ પટેલ પહોંચ્યા: કહ્યું- રેસ્ક્યૂમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી ના આવ્યા, અત્યાર સુધી 19 ના મોત
Gambhira Bridge Collapse : ગુજરાતના વડોદરામાં મહીસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાએ ઊંડા ઘા અને પીડા પાછળ છોડી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દર્ઘટનામા 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Gujarat Bridge Collapse : ગંભીરા પુલ દુર્ઘટનામાં NDRF અને ફાયર બ્રિગેડની ટીમનુ રેસ્ક્યુ હજી પણ ચાલુ છે, મૃતદેહોનો આંકડો વધી 18 થયો... પાદરાના મુજપુર ગામના સોનલબેને પતિ અને બે સંતાનોને ગુમાવ્યા
Gujarat Bridge Collapse : બ્રિજ તૂટવાની ઘટનામાં સરકાર એક્શન મોડમાં આવી. જવાબદાર 4 અધિકારીઓને ફરજ મોકુફી પર ઉતારાયા. કમિટીના પ્રાથમિક રિપોર્ટના આધારે લેવાયા પગલાં
Gujarat Bridge Collapse : ગુજરાતમાં ગંભીરા પુલ તૂટી પડવાથી 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે તે 1985માં 100 વર્ષ માટે બનાવવામાં આવ્યો હતો, ફક્ત 40 વર્ષમાં પુલ તૂટી પડવાથી પ્રશ્ન ઉભો થયો છે કે પુલનું આયુષ્ય કેટલું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે પુલનું આયુષ્ય પૂરું થઈ ગયું છે? દેશના સૌથી જૂના પુલ કયા છે જે હજુ પણ કાર્યરત છે?
મોરબીમાં ઝુલતો પુલ તૂટી ગયો હતો, જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના અંગેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને આકરા સવાલો કર્યાં હતા.
Morbi tragedy:મોરબીમાં જુલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સરકારે આ તમામ મૃતકો માટે સહાયની જાહેરાત કરી હતી અને અત્યાર સુધીમાં મોરબીના વહીવટી તંત્ર દ્વારા 135 લોકો કે જેમણે પોતાના જીવ આ દુર્ઘટના ગુમાવ્યા છે.