Gujarats longest flyover News

ગુજરાતનો સૌથી લાંબા ફ્લાયઓવરના PHOTOs જોઈને ન્યૂયોર્કના રોડ યાદ આવશે
Gujarats Longest Flyover રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ સૌથી લાબા ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. ત્યારે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટર લાંબા બ્રિજના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશને આ બ્રિજને ‘અટલ બ્રિજ’ નામ આપ્યું છે. જેના પર વડોદરાવાસીઓ મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીનું અંતર હવે 25 મિનિટના બદલે 5 મિનિટમાં કાપી શકાશે. જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. લોકાર્પણ પૂર્વે અટલબ્રિજ પર પહેલીવાર રોશની કરાઈ હતી. ત્યારે આકાશમાંથી આ દ્રશ્ય વડોદરાએ નેકલેસ પહેર્યો હોય તેવુ તાદ્દશ થતુ હતું. ત્યારે ડ્રોનથી લેવાયેલા વિઝ્યુઅલમાં જુવો કેવો દેખાય છે રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ.
Dec 22,2022, 14:20 PM IST

Trending news