haridham sokhada

જે-જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે

યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ રવિવારે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો છે. રવિવારે શાસ્ત્રોક્ત વિધિથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમા હજારો હરીભક્તો જોડાયા હતા. અભિષેક બાદ પૂજન કરેલી અસ્થિઓને કળશમાં મૂકાયા હતા. ત્યારે હવે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી (Hari Prasad Swami) ના અસ્થિ કળશને સમગ્ર રાજ્યમાં ફેરવાશે. તેમજ જે જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે.

Aug 3, 2021, 08:59 AM IST

હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ વિદાય, CM રૂપાણીએ કર્યા અંતિમ દર્શન

સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી અંતિમયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. 

Aug 1, 2021, 02:25 PM IST

હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમ સંસ્કાર વિધિ : 5 પંડિતો કરાવશે શાસ્ત્રોક્ત વિધિ

હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે. ત્યારે હરીપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) ના પાર્થિવ દેહના આજે કોઈને અંતિમ દર્શન નહિ કરવા દેવાય. આજે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ શરૂ કરી દેવાઈ છે. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) હાજર રહેવાથી મંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

Aug 1, 2021, 08:10 AM IST

Sokhada Haridham મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં

ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે. 

Jul 31, 2021, 12:09 PM IST

હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ, તેમને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા

  • પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી
  • મંદિર બહાર હરિભક્તોની દર્શન માટે 2 કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે

Jul 29, 2021, 12:46 PM IST

હરિપ્રસાદ સ્વામીના દેહને પાંચ દિવસ સાચવવા કરાઈ ખાસ રસાયણિક પ્રક્રિયા, સુરતની સંસ્થાનો છે મોટો ફાળો

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે. 31 જુલાઈ સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે અને 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ વિધિ કરાશે. ત્યારે પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રસાયણિક પ્રોસેસ કરવામાં આવી છે. જેને એમ્બાલ્ટિંગ (embalming) કહેવાય છે. 

Jul 28, 2021, 03:48 PM IST

હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની

Jul 28, 2021, 12:13 PM IST

જ્યારે યોગીજી મહારાજે ત્રણ ધબ્બા મારીને કહ્યું હતું કે સોખડામાં ત્રણ શિખરનું મંદિર બનશે

  • યોગીજી મહારાજે પોતાના સહાયક પ્રભુદાસને મંદિર નિર્માણના આશીર્વાદ આપ્યા, જે દિક્ષા લીધા પછી હરિપ્રસાદ સ્વામી તરીકે ઓળખાયા 

Jul 27, 2021, 12:40 PM IST

પ્રદેશ મુજબ 5 દિવસ હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનની વ્યવસ્થા કરાઈ, 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) શ્રીહરિધામ પામ્યા છે. તેમના નિધનથી તેમના લાખો હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર 

Jul 27, 2021, 10:22 AM IST

હરિપ્રસાદ સ્વામીના નિધન પર CM રૂપાણીએ કહ્યું, તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે

હરિધામ સોખડા (Haridham Sokhada) ના હરિપ્રસાદ સ્વામીજી (Hari Prasad Swami) એ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર રહેતા હરિપ્રસાદ સ્વામીએ 88 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. ત્યારે સંસ્થાની વેબસાઈટ તથા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નિધનની જાહેરાત કરાઈ છે. 

Jul 27, 2021, 09:42 AM IST

શ્રીહરિચરણ થયા હરિપ્રસાદ સ્વામી, આ સમાચારથી ભક્તોના આંસુ નથી રોકાઈ રહ્યા

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. ભક્તોના આંસું રોકાઈ નથી રહ્યા. મંદિર (Haridham Sokhada) ની બહાર અનેક ભક્તો રડતા ચહેરે જોવા મળ્યા. 

Jul 27, 2021, 08:55 AM IST

હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે. સ્વામીજી BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા. સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો છે. લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા મંદિરે લઈ જવાશે.

Jul 27, 2021, 06:55 AM IST