head clerk paper leak : આખરે સરકારે પેપર લીક થયાનું કબૂલ્યું, 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

ગુજરાતમાં હેડ ક્લાર્કના પેપર લીક મામલે આખરે ગુજરાતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે માહિતી આપતા કહ્યુ કે, સરકાર આ મામલે આકરી તપાસ કરાશે

head clerk paper leak : આખરે સરકારે પેપર લીક થયાનું કબૂલ્યું, 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હેડ ક્લાર્કના પેપર લીક (head clerk paper leak) મામલે આખરે ગુજરાતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ આ વિશે માહિતી આપતા કહ્યુ કે, જ્યાં 88 હજાર યુવાનો પરીક્ષા (head clerk exam) આપે, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય. મહેનત કરીને સરકારી નોકરી (government jobs) ના ખ્વાબ જોતા યુવાનો સાથે ચેડા ન થાય તે માટે ગુજરાત પોલીસે (gujarat police) પેપર લીક મામલે ત્રણ દિવસમા આરોપીઓને પકડી પાડ્યા છે. પેપર લીક માટે જે જગ્યાઓનો ઉપયોગ કરાયો હતો તેની રેકી કરાઈ. પેપર લીકમાં પ્રાંતિ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે. વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક (paper leak gujarat) કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે. જેને આકરી તપાસ કરાશે.  

પેપર રદ કરવા હાલ કોઈ નિર્ણય નહિ 
પરીક્ષા (paper leak gujarat) લેવાની કામગીરી ગૌણસેવા આયોગની છે. આ મામલે અમારી બેઠકો ચાલુ છે. પેપર કેટલા લોકો અને કેટલી જગ્યા સુધી પહોંચ્યુ છે તે તપાસ કરીશુ. ત્યાર બાદ ચર્ચાના અંતે પરીક્ષા રદ થવા અંગે નિર્ણય લઈશું. 

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ષડયંત્ર લેનાર ગેંગ પર ક્યારેય પગલા ન લેવાયા હોય તેવા પગલા આ કેસમાં લઈશું. આ કેસમાં ગૌણ સેવા મંડળ સાથે સંપર્કમાં છીએ. ગુનાના અંત સુધી પહોંચવા કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કલમ ઉમેરીને વધુ સજા કરાશે. બાકીના ચાર આરોપી અમારી રડારમાં છે, જેમના સુધી અમે ઝડપથી પહોંચી જઈશું. 6 આરોપી મુખ્ય છે, જેઓ હોટલથી ફાર્મહાઉસ સુધીની ઘટનામાં સામેલ છે. એક જિલ્માંલા ત્રણ અલગ અલગ જગ્યાએ પેપર સોલ્વ કરાવાયુ છે. પરીક્ષાર્થી, પેપર લાવનારની માહિતી ટેગ કરાઈ છે. તબક્કાવાર આ માહિતી સામે આવશે. પેપર ક્યા છપાયુ એ હાલ જાહેર કરવુ યોગ્ય નથી. પરંતુ હાલ તપાસ ચાલુ છે. વ્યવસ્થામાં શુ લિકેજ હતું, પેપર જ્યા છપાયા હતા ત્યાં કે પછી સ્ટ્રોંગ રૂમમં લિકેજ હતું તે મામલાની તપાસ ચાલી રહી છે. પેપર કઈ જગ્યા પરથી લિક થયુ છે તે મામલે ગુજરાત પોલીસ ચાલી રહી છે. 

પ્રાંતિજમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ
પેપર લીક મામલે મોડી રાત્રે પ્રાંતિજમાં FIR દાખલ કરવામા આવી હતી. FIR માં 10 લોકો આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી 10 માંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ કેસમાં હજી 4 આરોપીની શોધખોળ ચાલુ છે. FIR માં વધુ નામો ખુલે તો તેમને પણ આરોપી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ ગઈકાલે સ્વીકાર્યું છે કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી હતી. તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પેપર લીક અંગેની તમામ માહિતી ગૌણ સેવા મંડળને સોંપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news