Honey singh baghel News

આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી
પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે. મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી. જેના કારણે મધ્યપ્રદેશે ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની ચીમકી આપી છે. ત્યારે પાણીને લઈને બંને રાજ્યો સામસામે આવી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, સારા વાતાવરણને બગાડવાનું કામ મધ્યપ્રદેશ ન કરે તેવી વિનંતી કરું છું. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે, જેમાં જનતા નું હિત નથી હોતું.
Jul 20,2019, 14:24 PM IST

Trending news