international human trafficking

તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન

દેશમાં માનવ તસ્કરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હોય તેવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે. આવા કિસ્સામાં મોટે ભાગે માતા-પિતા બંન્ને વર્કિંગ હોય અને આયાના ભરોસે બાળક મુકીને જતા હોય તેવા મા બાપે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ લોકો આયાને ભરોસે બાળક મુકીને જતા રહે છે. અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વર્કિંગ કપલે પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને આયાને રાખી હતી. જો કે આયાએ બાળકને સાચવવાની સાથે જ મહારાષ્ટ્રના એક દલાલને આ બાળક વેચી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 

Aug 5, 2021, 05:16 PM IST