BJP-JDS Alliance: લોકસભાની ચૂંટણી પહેલાં મોદીએ બાજી મારી, આ રાજ્યમાં આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

NDA-JDS: કર્ણાટક વિધાનસભા ચૂંટણીથી ભાજપ અને JDS વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી. હાલમાં જ પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ પણ ભાજપ સાથે ગઠબંધનનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓએ આ મુદ્દે ચર્ચા કરી છે.

BJP-JDS Alliance: લોકસભાની ચૂંટણી પહેલાં મોદીએ બાજી મારી, આ રાજ્યમાં આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

HD Kumaraswamy: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં ભાજપ માટે એક સારા સમાચાર છે કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસ એનડીએમાં સામેલ થઈ ગઈ છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી નવી દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આ બેઠકમાં સીટ વિતરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે. જો કે, આ દરમિયાન, જેપી નડ્ડાએ ટ્વિટર દ્વારા આ જોડાણની જાહેરાત કરી છે.

વાસ્તવમાં, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યું છે કે તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને JD(S) નેતા કુમારસ્વામીને મળ્યા છે. આ દરમિયાન અમારા વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. નડ્ડાએ લખ્યું કે મને ખુશી છે કે જેડી(એસ) એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને માનનીય વડાપ્રધાનના વિઝનને વધુ મજબૂત બનાવશે.

અગાઉ તાજેતરમાં એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે હું દિલ્હી જઈ રહ્યો છું. કાવેરી જળ વહેંચણીના મુદ્દા સહિત અન્ય મુદ્દાઓ સાથે ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન પર ચર્ચા થશે.

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 28માંથી 25 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને એક-એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કર્ણાટકમાં વોક્કાલિંગા સમુદાય પર JDS અને વીરશૈવ લિંગાયત સમુદાય પર ભાજપની પકડ છે અને આ બંને સમુદાયો કર્ણાટકની રાજનીતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગઠબંધનથી બંનેને ફાયદો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news