Jeweller News

સુરતના જ્વેલરી બનાવી મોદી અને ટ્રમ્પની સોનાની નોટ
દુનિયાની બે મહાસત્તા અમેરિકા અને ભારતના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ભારતમાં પહેલી વખત મુલાકાત થવા જઈ રહી છે ગણતરીના કલાકો બાદ બંને અમદાવાદના મહેમાન બનવાના છે ત્યારે દુલ્હનની જેમ અમદાવાદને શણગારવામાં આવ્યું છે તો બીજી તરફ અનેક લોકો આ મુલાકાતને સફળ બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ની મુલાકાત ને નમસ્તે trump નામ આપવામાં આવ્યું છે ત્યારે સુરતના એક જ્વેલર્સે ચાંદી સોના અને સફેદ સોનામાંથી બનેલી નોટો બનાવી છે જેમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ની અલગ અલગ મુલાકાત ના ફોટાઓ મુકવામાં આવ્યા છે અઢી હજારથી અઢી લાખ સુધીની કિંમતની આ નોટોની ડિમાન્ડ પણ થઈ રહી છે આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને બે નોટો ભેટ સ્વરૂપે મોકલવામાં પણ આવશે.
Feb 23,2020, 23:15 PM IST

Trending news