Kakrapar atomic power plant News

ગુજરાતનું કાકરાપાર વિશ્વ ફલક પર ચમક્યું, PM મોદી-અમિત શાહે પણ કરી ટ્વિટ, જાણો કેમ 
પીએમ મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ(Kakrapar Atomic Power Station)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં છે. કાકરાપાર અણુ મથક પ્લાન્ટ દ્વારા સ્વદેશી ટેકનોલોજી અપનાવી 700 મેગા વોલ્ટ વીજળી ઉત્પન્ન કરવા ની શરૂઆત કરવામાં આવી. ભારત દેશમાં પ્રથમવાર સ્વદેશી ટેકનોલોજી અપનાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે પાવર પ્લાન્ટ-3માં મહત્વનો મુકામ હાસલ કરવો એ ખુબ મહત્વનું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. ઘરેલુ ડિઝાઈન પર આધારિત 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનું ચમકતું ઉદાહરણ છે. તે ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓની શરૂઆત છે. આ સિદ્ધિને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી.
Jul 22,2020, 15:08 PM IST

Trending news