કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટની મોટી સિદ્ધિ, PM મોદી-અમિત શાહે ટ્વિટ કરી પાઠવ્યાં અભિનંદન

પીએમ મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ(Kakrapar Atomic Power Station)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં છે. કાકરાપાર અણુ મથક પ્લાન્ટ દ્વારા સ્વદેશી ટેકનોલોજી અપનાવી 700 મેગા વોલ્ટ વીજળી ઉત્પન્ન કરવા ની શરૂઆત કરવામાં આવી. ભારત દેશમાં પ્રથમવાર સ્વદેશી ટેકનોલોજી અપનાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે પાવર પ્લાન્ટ-3માં મહત્વનો મુકામ હાસલ કરવો એ ખુબ મહત્વનું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. ઘરેલુ ડિઝાઈન પર આધારિત 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનું ચમકતું ઉદાહરણ છે. તે ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓની શરૂઆત છે. આ સિદ્ધિને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી.

કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટની મોટી સિદ્ધિ, PM મોદી-અમિત શાહે ટ્વિટ કરી પાઠવ્યાં અભિનંદન

નવી દિલ્હી: પીએમ મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ(Kakrapar Atomic Power Station)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં છે. કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ દ્વારા સ્વદેશી ટેકનોલોજી અપનાવી 700 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવા ની શરૂઆત કરવામાં આવી. ભારત દેશમાં પ્રથમવાર સ્વદેશી ટેકનોલોજી અપનાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે પાવર પ્લાન્ટ-3માં મહત્વનો મુકામ હાસલ કરવો એ ખુબ મહત્વનું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. ઘરેલુ ડિઝાઈન પર આધારિત 700 મેગાવોટનું આ રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનું ચમકતું ઉદાહરણ છે. તે ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓની શરૂઆત છે. આ સિદ્ધિને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી.

— Narendra Modi (@narendramodi) July 22, 2020

ભારતનું સૌથી મોટું રિએક્ટર
ગુજરાતના કાકરાપારમાં આવેલો 700 મેગાવોટની ક્ષમતાવાળા આ એટોમિક પાવર પ્લાન્ટનું સામાન્ય પરિચાલન સ્થિતિમાં આવવું એ વાતનો સંકેત છે કે આ પ્લાન્ટ ઉર્જા ઉત્પાદન માટે હવે તૈયાર છે. તે દેશનું એકમાત્ર સૌથી મોટું રિએક્ટર છે. 

Nation salutes our scientists on this stellar achievement. New India is marching ahead to realise PM @NarendraModi’s vision of #AatmaNirbharBharat.

— Amit Shah (@AmitShah) July 22, 2020

ભારતે ન્યૂક્લિયર પાવર ટેક્નોલોજીનો કર્યો વિકાસ
KAPP-3ની આ ઉપલબ્ધિ ખુબ મોટી ગણવામાં આવી રહી છે. પ્લાન્ટની કામગીરી યોગ્ય સ્થિતિમાં આવ્યાં બાદ ભારત હવે તે દેશોની હરોળમાં આવી ગયું છે કે જેમની પાસે ન્યૂક્લિયર પાવર ટેક્નોલોજી છે. ભારતે ત્રિસ્તરીય ન્યૂક્લિયર પ્રોગ્રામનો વિકાસ કર્યો છે. તેણે ક્લોઝ્ડ ફ્યૂલ સાઈકલ પર આધારિત એક ત્રણ તબક્કાવાળો પરમાણુ કાર્યક્રમ વિક્સિત કર્યો છે જ્યાં એક તબક્કામાં ઉપયોગમાં લેવાયેલા ઈંધણને ફરીથી પ્રોસેસ કરીને આગામી તબક્કા માટે ઈંધણ બનાવવામાં આવે છે. 

ગુજરાતમાં છે આ કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ
કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ((KAPS)) ગુજરાતના સુરત શહેરથી 80 કિમી દૂર તાપી નદીના કિનારે આવેલો છે. આ પ્લાન્ટમાં આજે  KAPP-3 પ્લાન્ટને સામેલ કરાયો છે. સંપૂર્ણ ભારતમાં નિર્મિત 700 મેગાવોટવાળા આ પ્લાન્ટનો વિકાસ અને ઓપરેશન ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCIL)એ કર્યું છે. આ પ્લાન્ટમાં 220 મેગાવોટના વધુ બે સ્ટેશન KAPS-1 અને KAPS-2 પણ છે. પહેલા પ્લાન્ટની શરૂઆત 1993 અને બીજાની શરૂઆત 1995માં થઈ હતી.

જુઓ LIVE TV

2021 સુધીમાં KAPP-4ના પણ શરૂ થવાની આશા
KAPP-3 ની શરૂઆત બાદ હવે KAPP-4 પણ જલદી શરૂ થવાની આશા છે. KAPP-3 માર્ક-4 ટાઈપ કેટેગરીના ઉપકરણ છે જે પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ(PHWR) ડિઝાઈનનો ઉત્તમ નમૂનો છે. આ રિએક્ટર શ્રેષ્ઠ સેફ્ટી ફિસર્ચથી લેસ છે. આ રિએક્ટર સ્ટીમ જનરેટરથી લેસ છે જેનું વજન લગભગ 215 ટન છે. એપ્રિલ 2019માં વર્લ્ડ એસોસિએશન ઓફ ન્યૂક્લિયર ઓપરેશન્સ (WANO) એ KAPP-3નું પ્રી સ્ટાર્ટ અપ રિવ્યુ શરૂ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news