‘બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને...’

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં કટાક્ષ કરીને કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને... 

‘બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને...’

ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં કટાક્ષ કરીને કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને... 

નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે

જયરાજસિંહ પરમારે વિજય નહેરાની બદલી અંગે કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને... ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરની કરેલી બદલી ખુબ દુખદ છે. જે અધિકારી અમદાવાદમાં અગ્રેસિવ ટેસ્ટ કરતા હતા, અમદાવાદની ગલી ગલી જાણતા હતા. અમદાવાદના સામાજિક તાણાવાણા જાણતા હતા. અમદાવાદમાં કોરોનાને નાથવા માટે જેણે મહેનત કરી અને જીવના જોખમે જે કામ કર્યું એનું સરકારે આ ફળ આપ્યું?  વિજય નહેરાની બદલી કરી સરકારે જે ફળ આપ્યું એ બતાવે છે કે અધિકારીઓમાં આંતરિક લડાઇ ચાલે છે. સારા અધિકારીની બદલીને કારણે અધિકારી વર્ગ અને ગુજરાતની જનતાના મનોબળ પર અસર પડે છે. જે અધિકારીઓ નિષ્ઠાપુર્વક કામ કરે છે તે આ ઘટના બાદ કામ કરતાં ખચકાશે અને સરકારના કહ્યાગરા થઇ વર્તન કરશે. 

લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો 

ઉલ્લેખનીય છે કે, વિજય નેહરા કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ પોતે ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકેનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો હતો. જોકે, આ બાદ વિજય નેહરાએ પોતે સ્વસ્થય હોવાની વાત ટ્વિટર પર કરી હતી અને કહ્યું હતું કે, તેઓ જલ્દી જ કામ પર પરત ફરશે. પરંતુ ક્વોરેન્ટાઇન પીરિયર પુરો કરી લેતા જેમ તેઓ ફરજ પર હાજર થયા તેમ તેમની બદલી કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news