રાજ્યમા કુલ કેસનો આંકડો 10989, અમદાવાદના 709 સુપરસ્પ્રેડરને આજે પોઝિટિવ જાહેર કરાયા

ગુજરાતમાં 16 મેના રોજ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10989 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. સાથે જ ગુજરાતમા રિકવર દર્દીઓનો આંકડો પણ વધ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાંથી કુલ 4308 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. 

રાજ્યમા કુલ કેસનો આંકડો 10989, અમદાવાદના 709 સુપરસ્પ્રેડરને આજે પોઝિટિવ જાહેર કરાયા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 16 મેના રોજ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10989 પર પહોંચી ગયો છે. આમ, હવે આવતીકાલે રવિવાર સુધીમાં ગુજરાત 11 હજારનો આંકડો પણ પાર કરી તેવી શક્યતા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. સાથે જ ગુજરાતમા રિકવર દર્દીઓનો આંકડો પણ વધ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાંથી કુલ 4308 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. તો આજે કુલ 273 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો અમદાવાદ શહેરમાં આજે 264 નવા કેસ નોંધાયા છે. 

અમદાવાદના 709 સુપરસ્પ્રેડરનો આંકડો ઉમેરાયો

જોકે, મહત્વની બાબત એ છે કે, સરકારે હજુ સુધી ગણતરીમાં ન લીધેલ અમદાવાદના 709 સુપરસ્પ્રેડરને આજે પોઝિટિવ જાહેર કર્યા છે. કુલ કેસનો આંકડો 10989માં અમદાવાદના આ 709 સુપરસ્પ્રેડરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં 33000 ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 12000 કરતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સરવે કરીને 700 થી વધુ સુપર સ્પ્રેડર શોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે હેલ્થ કાર્ડ ધરાવનાર પાસેથી જ ખરીદી કરવાની તંત્રએ લોકોને અપીલ કરી હતી.

  • રાજ્યમાં કુલ કેસ : 10989
  • રાજ્યમાં કુલ મોત : 625
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 4308

આજે કયા શહેરમાં કેટલા કેસ
ગુજરાતમાં આજે કોરોનાના નવા 348 કેસ નોંધાયા છે. જેમાં રિપોર્ટ કાર્ડમાં સૌથી ટોપ પર રહેલા અમદાવાદમાં આજે 264 નવા કેસ નોંધાયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં 34, વડોદરામાં 19, ગાંધીનગર-ખેડામાં 6, ભાવનગરમાં 4, સાબરકાંઠા-પાટણમાં 3, મહેસાણા-દાહોદ-વલસાડમાં 2 અને રાજકોટ-પંચમહાલ-જૂનાગઢ 1 નવો કેસ નોંધાયો છે. 

Image

જિલ્લાવાઈઝ કેસના આંકડા પર એક નજર
જિલ્લા વાઈઝ કુલ કેસના આંકડા પર નજર કરીઓ તો અમદાવાદ ટોપ પર છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 7435 પર પહોંચી ગયો છે. તો બીજા શહેરોની વાત કરીએ તો, વડોદરામાં 639, સુરતમાં 1049, રાજકોટમાં 79, ભાવનગરમાં 107, આણંદમાં 82, ગાંધીનગરમાં 163, પાટણમાં 38, ભરૂચમાં 32, બનાસકાંઠામાં 83, પંચમહાલમાં 69, અરવલ્લીમાં 77, મહેસાણામાં 75, બોટાદમાં 56 કેસ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news