Love Bombing: ઘણા યુવકો એટલા ચતુર હોય છે કે પોતાના કંટ્રોલિંગ નેચરને કેર અને પ્રેમની આડમાં યુવતી પર થોપે છે. યુવતીઓ પણ પ્રેમના નામે થતા આ લવ બોમ્બિંગને સમજી શકતી નથી. કારણ કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ લવ બોમ્બિંગનો શિકાર છે. જો તમારો પાર્ટનર પણ આ 5 કામ કરતો હોય તો તે પ્રેમ નહીં લવ બોમ્બિંગ છે.
Love Bombing: જો તમારા જીવનમાં નવી આવેલી વ્યક્તિ તમારા પર ઓળઘોળ થઈ જાય અને રિલેશનશીપની શરુઆતમાં જ તમારા પર પ્રેમ વરસાવવા લાગે તો ખુશ થવાને બદલે એકવાર વિચાર કરજો કે તમે લવ બોમ્બિંગનો શિકાર તો નથી થઈ રહ્યા ને ?
Love Bombing: બદલતા સમયમાં યુવાનો માટે પ્રેમનો અર્થ પણ બદલી ગયો છે. યંગ જનરેશનની પ્રેમને લઈ અલગ અલગ ટ્રેંડ ફોલો કરે છે. જેમાંથી એક ટ્રેન્ડ છે લવ બોમ્બિંગ. આ લવ બોમ્બિંગ શું છે ચાલો જાણીએ.
અંગ્રેજી નામ વાંચીને તમને પણ એવું લાગતું હશે કે જાણે કોઈના મનમાં પ્રેમના ફણગા ફૂટતા હોય પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે જેવું જોઈએ છીએ તેવું હોતું નથી. જાણો કેમ રહેવું જોઈએ સાવધાન?
લવ બોમ્બિંગ શબ્દ પ્રેમ સાથે સંકળાયેલો છે અને રોમેન્ટિક સંબંધની શરૂઆતમાં સકારાત્મક લાગે છે, પરંતુ સત્ય એ છે કે તે આખરે દુરુપયોગ સાથે સમાપ્ત થાય છે.