નવા નવા પ્રેમમાં પડ્યા હોવ તો 'Love Bombing' થી રહેજો સાવધાન! રિલેશનશીપનો નવો કોન્સેપ્ટ કેમ છે ખતરનાક

અંગ્રેજી નામ વાંચીને તમને પણ એવું લાગતું હશે કે જાણે કોઈના મનમાં પ્રેમના ફણગા ફૂટતા હોય પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે જેવું જોઈએ છીએ તેવું હોતું નથી. જાણો કેમ રહેવું જોઈએ સાવધાન?

નવા નવા પ્રેમમાં પડ્યા હોવ તો 'Love Bombing' થી રહેજો સાવધાન! રિલેશનશીપનો નવો કોન્સેપ્ટ કેમ છે ખતરનાક

આજકાલ તો રિલેશનશીપમાં એટલી બધી નવી ટર્મ્સ જોવા મળતી હોય છે કે હવે તે યાદ રાખવું પણ મુશ્કેલ બને. આવો જ એક શબ્દ છે 'લવ બોમ્બિંગ'. અંગ્રેજી નામ વાંચીને તમને પણ એવું લાગતું હશે કે જાણે કોઈના મનમાં પ્રેમના ફણગા ફૂટતા હોય પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે જેવું જોઈએ છીએ તેવું હોતું નથી. તો આજે અમે તમને આ નવા કોન્સેપ્ટ એટલે કે લવ બોમ્બિંગ વિશે જણાવીશું અને એ પણ જાણો કે તેનાથી ચેતવાની જરૂર કેમ છે. ખાસ કરીને જે લોકો નવા નવા સંબંધમાં બંધાયા હોય. 

શું છે આ લવ બોમ્બિંગ?
લવ બોમ્બિંગ એટલે કે કોઈ વ્યક્તિને હદથી વધુ પ્રેમ, કેર અને એફર્ટ દેખાડીને ફસાવવાની એક રીત છે. મોટાભાગના રિલેશનશીપની શરૂઆતમાં આવું જોવા મળતું હોય છે. જ્યાં નવા પાર્ટનર તમને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણું બધુ કરી છૂટે છે. ત્યારેબાદ તેનો ઉપયોગ સામેવાળાને ઈમોશનલી પ્રભાવિત કરવા માટે અને મેનિપ્યુલેટ કરવા માટે કરાય છે. 

લવ બોમ્બિંગની સાઈન
લવ બોમ્બિંગ કોઈ પણ રિલેશનશીપમાં હોઈ શકે છે. પરંતુ મોટાભાગે નવા નવા સંબંધ બંધાય ત્યારે તેની સંભાવના વધુ હોય છે. તમારો પાર્ટનર તમારા પર લવ બોમ્બિંગ તો નથી કરતો ને તે જાણવા માટે તમે કેટલીક વાતોનું ધ્યાન રાખી શકો છો. જ્યારે કોઈ હદથી વધુ તમારા માથે ચડી જાય અને વારંવાર તમારા વખાણ કરે કે તમે ખુબ સુંદર છો, અમેઝિંગ છો, કે પછી તેના માટે એકદમ સ્પેશિયલ છો. 

કેર કરવું, વધુ પ્રેમ જતાવવું, ફ્યૂચર પ્લાનિંગ કરવું એ પણ લવ બોમ્બિંગમાં આવતું હોય છે. આ ઉપરાંત જો તમારો પાર્ટનર તમને સતત ફોન કરતો હોય, હંમેશા કનેક્ટેડ રહીને તમારી કેર કરવાનો દેખાડો  કરતો હોય અને તમે તેની વાત ન માનો તો પછી તે તમને બ્લેમ જેવું ફીલ કરાવે અને તમારા ઈમોશન્સને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. 

લવ બોમ્બિંગ કેમ ખતરનાક?
લવ બોમ્બિંગ કોઈના પણ માટે ખતરનાક હોઈ શકે છે કારણ કે તેના લક્ષણ કઈક હદે હેલ્ધી રિલેશનશીપ જેવા દેખાય છે. જેનો અર્થ એ થયો કે કોઈ પણ તમને એ ખાતરી અપાવી શકે કે તે તમને ખુબ પ્રેમ કરે છે અને તમારી સાથે લવ બોમ્બિંગવાળી ગેમ રમી શકે છે. પરંતુ તેનો એક પહેલું બીજો પણ છે કે ક્યારેક ક્યારેક સામેવાળાની  ફીલિંગ્સસાચી પણ હોઈ શકે પરંતુ લવ બોમ્બિંગ અંગેના કોન્સેપ્ટ અંગે જ્યારે આપણે ક્લિયર ન હોઈએ તો સારી એવી રિલેશનશીપ ખરાબ થઈ શકે છે. 

કેવી રીતે ખબર પડે કે લવ બોમ્બિંગ થઈ રહ્યું છે?
જો તમે કોઈની સાથે રિલેશનશીપમાં હોવ જેમાં તમારે સતત ટીકા અને અપમાનના કારણે તમારા સેલ્ફ રિસ્પેક્ટ સાથે સમાધાન કરવું પડે, સામેવાળા તમને ઈમોશનલી કંટ્રોલ કરી રહ્યા હોય અને મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરે, પોતાની વાતો મનાવવા માટે ડરાવી ધમકાવી રહ્યા હોય વગેરે....તેનો અર્થ એ છે કે કોઈ તમારી સાથે લવ બોમ્બિંગવાળી ગેમ રમી રહ્યા છે. 

બચવાની રીત
લવ બોમ્બિંગનો અર્થ જાણ્યા બાદ હવે તમારા મનમાં જો એ સવાલ હોય કે તેનાથી બચવું કેવી રીતે તો જાણી લો કે કોઈ અચાનક તમને પ્રેમ કરવા લાગે અને કેર દેખાડવા લાગે તો સાવધાન રહેજો...તમારી ફીલિંગ્સ પર ભરોસો કરવો એટલે કે જો તમને કઈ ખોટું લાગતું હોય તો તેના પર ધ્યાન આપો. 

પાર્ટનર અને તમારા વચ્ચે એક મર્યાદા જાળવી રાખો કે શું સ્વીકાર્ય છે કે નહીં. જો તમને કઈ ખોટું લાગતું હોય તો મિત્રો અને પરિવારજનોને વાત કરો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને પોતાને પૂરતો સમય આપો. તમારી પોતાની વેલ્યુ પણ સમજો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news