Low level of police News

પોલીસની દાદાગીરીનું નિમ્ન સ્તર: 10 રૂપિયાની પિચકારી માટે વેપારી સાથે મારામારી કરીને
ગુજરાત પોલીસ હંમેશા પોતાના સારા કામ કરતા નબળા કામના કારણે ચર્ચામાં રહે છે. પોલીસ દ્વારા વેપારીઓ પાસે હપ્તા જેવી અનેક બાબતોને કારણે તે ચર્ચામાં રહે છે. રોડ પર ટ્રાફીક પોલીસનો તોડ હોય કે વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી આવા કારણથી તે હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં આ વાતને સાક્ષી પુરતો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા મિર્ચી મેદાનમાં પિચકારીના સિઝનેબલ સ્ટોરમાં એક વેપારી દુકાન ધરાવે છે. પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કવોર્ડના કર્મચારીએ જઇને વેપારી પાસેથી મફત પિચકારી માંગી હતી. જો કે દુકાનદારે મફત પિચકારી આપવાનો ઇન્કાર કરતા કર્મચારીઓએ રાત્રે 10 વાગ્યા બાદ આવીને માર માર્યો હતો. તેવો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે.
Mar 30,2021, 22:08 PM IST

Trending news