Me too 0 News

#MeTooની ઝપેટમાં આવ્યા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સપના ભાવનાનીએ કર્યા
 યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલા #MeToo અભિયાનના તોફાનમાં બોલિવુડના અનેક કલાકારોને ઝપેટમાં લઈ લીધા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યાં છે. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામેલ આવ્યું છે. આ ક્રમમાં હવે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાનીએ #MeToo અભિયાન અંતર્ગત ટ્વિટ કરીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે. સપના ભાવનાની ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસમાં પણ નજર આવી ચૂકી છે. સપના બિગબોસની સીઝન 6માં કન્ટેસ્ટંટ રહી હતી.
Oct 13,2018, 12:49 PM IST

Trending news