Orphan girls wedding News

ગોંડલ : ધામધૂમથી પરણાવાઈ બાલાશ્રમની 7 અનાથ યુવતીઓને, દરેકને કરિયાવરમાં અપા
ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. ત્યારે બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓના આજે લગ્નોત્સવ યોજાયા હતા. માતાપિતા વિનાની દીકરીઓના લગ્ન એવા ધામધૂમથી યોજાયા હતા કે સૌ કોઈ જોતા રહી ગયા. આ લગ્નોત્સવમાં સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય આગેવાનો સાથે ગોંડલની સ્થાનિક પ્રજા પણ જોડાઈ છે. તો આ વખતે રાજકોટના નિલેશ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે, જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.
Jan 19,2020, 16:04 PM IST

Trending news