Rajasthan accident News

રાજસ્થાનમાં 12 ગુજરાતીઓને કાળમુખી ટ્રકે કચડ્યા, હાઈવે પર વેરવિખેર પડ્યા હતા મૃતદેહો
Rajsthan Accident : રાજસ્થાનના ભરતપુરમાં જયપુર-આગ્રા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત... રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ગાડીએ ટક્કર મારતા 12 ગુજરાતીના મોત થયા... જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ... ભાવનગરથી મથુરા દર્શન કરવા માટે જઈ રહ્યાં હતા તમામ લોકો... લખનપુર વિસ્તારમાં વહેલી સવારે બસમાં ખામી સર્જાઈ હતી... જેને ઠીક કરવા માટે ચાલકે બસને ઉભી રાખી... આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલરે બસમાંથી નીચે ઉતરેલા મુસાફરોને અડફેટે લીધા... ઘટના પર સરકારની સતત નજર... મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને તમામ મદદ કરશે સરકાર...રાજસ્થાનના ભરતપુરમા અકસ્માતમા ગુજરાતીઓના મોત મામલે પીએમ મોદીએ ટવીર કરી દુખ વ્યકત કર્યુ. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી. મુતકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તાોને 50 હજારની પીએમ રીલીફ ફંડમાથી સહાય આપવાની જાહેરાત
Sep 13,2023, 10:14 AM IST

Trending news