Reach gujarat News

સીધી જ આ નામની થશે જાહેરાત? PM મોદીએ પડદા પાછળ રહેલા આ નેતાને કહ્યું ગુજરાત પહોંચો!
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના પગલે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો પણ ચાલી રહી છે. આજે વિજય રૂપાણી સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા. જો કે વિજય રૂપાણી જ્યારે રાજીનામું આપવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે પુરૂષોત્તમ રૂપાલાની સુચક હાજરી હતી. કેન્દ્રીય નેતા હોવા છતા તેઓ ન માત્ર ગુજરાતમાં હાજર હતા પરંતુ જ્યારે પૂર્વ CM રૂપાણી રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ હાજર હતા જે ખુબ જ સુચક છે. તો મનસુખ માંડવીયા પણ તેમની સાથે હાજર હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ સિનિયર નેતાઓ હાજર હતા. 
Sep 11,2021, 18:52 PM IST

Trending news