ગુજરાતીઓ ખાસ વાંચે! છોકરીને વિદેશ મોકલતા 100 વાર વિચારો, લાજ અને લક્ષ્મી બંને લૂંટાશે

એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે ગુજરાતીઓ માટે એક સબક છે. તમે ઘરમાંથી દીકરીને બહાર નીકળવા દેતા નથી પણ વિદેશમાં કોઈના પણ ભરોસા વિના મોકલી આપો છો. જરા એકવાર વિચાર તો કરો કે અજાણ્યા દેશમાં એ કંઈ રીતે રહેશે.

ગુજરાતીઓ ખાસ વાંચે! છોકરીને વિદેશ મોકલતા 100 વાર વિચારો, લાજ અને લક્ષ્મી બંને લૂંટાશે

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હમણાં છોકરીઓને વિદેશમાં મોકલવાનો જબરો ક્રેઝ જામ્યો છે. કંઈ પણ કારણો વિના ઘરની દીકરીને લોકો વિદેશ મોકલી રહ્યા છે. એ પણ લાખો રૂપિયા ખર્ચીને... વિદેશમાં ભણવાને બહાને કે કામ કરવાને બહાને....એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે ગુજરાતીઓ માટે એક સબક છે. તમે ઘરમાંથી દીકરીને બહાર નીકળવા દેતા નથી પણ વિદેશમાં કોઈના પણ ભરોસા વિના મોકલી આપો છો. જરા એકવાર વિચાર તો કરો કે અજાણ્યા દેશમાં એ કંઈ રીતે રહેશે. એને કેવી મુસિબતોનો સામનો કરવો પડશે. અહીં તમે ઘરે હો તો પણ કેટલું ધ્યાન રાખો છો આ તો વિદેશમાં મોકલવાની વાત છે. આ કિસ્સો વાંચી લેશો તો છોકરીને એકલી વિદેશમાં મોકલતાં 100 વાર વિચારશો. 

આવું દરેક વ્યક્તિ સાથે થતું નથી પણ જેની સાથે થાય છે એને નર્કથી પણ વધારે ખરાબ જિંદગી જીવવી પડે છે. વિદેશમાં નોકરીની શોધમાં ઘણી વખત લોકો ખોટા હાથમાં પહોંચી જાય છે. આવું જ આ છોકરીઓ સાથે થયું છે. ઓમાનથી કોઈક રીતે ઘરે પરત ફરેલી આ છોકરીઓ દ્વારા વર્ણવવામાં આવેલી ઘટનાઓ હૃદયને હચમચાવી દે તેવી છે. તેમને ત્યાં 17-18 કલાક કામ કરવું પડતું હતું. આટલું જ નહીં આ દરમિયાન તેનું યૌન શોષણ પણ થયું હતું. ત્યાં આટલા કલાકની નોકરી બાદ તેમને શેખોની સેવા કરવા માટે મોકલવામાં આવતી હતી.

ઓમાનથી પરત ફરેલી યુવતીઓએ શું કહ્યું વાંચો?
જો તમે ટ્રાવેલ એજન્ટ દ્વારા વિદેશમાં નોકરી કરવા જઈ રહ્યા છો, તો એકવાર તેની વિશ્વસનીયતા તપાસો. દેશના દરેક ખૂણેથી મોટી સંખ્યામાં લોકો નોકરી માટે વિદેશ જાય છે. ખાસ કરીને દુબઈ, ઓમાન, અબુધાબી, મસ્કત જેવા દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામની શોધમાં જાય છે. પરંતુ અવારનવાર તેમની સાથે દુષ્કર્મ અને શોષણની ફરિયાદો ઉઠી છે.

આ છોકરીઓ પંજાબની ચરણજીત કૌર, સંદીપ કૌર અને અન્ય છે. તેઓને દિલ્હીના ટ્રાવેલ એજન્ટ મારફત ઓમાન મોકલવામાં આવી હતી. ટ્રાવેલ એજન્ટે તેમને ઓમાનમાં રહેતી નીલુ નામની મહિલા પાસે મોકલી હતી. નીલુ મૂળ દિલ્હીની છે અને એક ટ્રાવેલ એજન્ટ સાથે જોડાયેલી છે. પીડિત યુવતીઓએ જણાવ્યું કે તેઓ ખુશીથી ઓમાન પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં નીલુએ તેને કામ માટે અલગ અલગ જગ્યાએ મોકલી દીધા હતા. યુવતીઓનું કહેવું છે કે આ કામ તેમના માટે નરક બની ગયું છે. ઘણું કામ કર્યું પણ એક પૈસો મળ્યો નહીં.

જાતીય શોષણ સુધી!
ચરણજીતના કહેવા મુજબ તેની પાસે 50,000 રૂપિયા હતા, પરંતુ તે પણ છીનવી લેવામાં આવ્યા હતા. આ યુવતીઓ અમૃતસર, સંગરુર અને બટાલાની રહેવાસી છે. નીલુ આ છોકરીઓને 1500 રિયાલ એટલે કે ભારતીય ચલણમાં લગભગ અઢી લાખ રૂપિયામાં વેચતી હતી. માલિકો તેમની સાથે ગુલામો જેવો વ્યવહાર કરતા હતા. તેઓને સવારથી સાંજ સુધી કામ કરાવવામાં આવતું હતું. 

નીલુ પર આરોપ છે કે તેણે ત્યાંની ઘણી ભારતીય છોકરીઓને શેખને વેચી દીધી છે. ત્યાં તેઓને નરકની જેમ યાતનાઓ આપવામાં આવી. ગુલામોની જેમ રાખવામાં આવ્યા હતા. તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આમ કામના બહાને જે યાતનાઓ આ છોકરીઓએ વેઠી છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ગુજરાતમાંથી એશિયા નહીં યુએસ, કેનેડા અને બ્રિટન જવાનો ભારે ચસકો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news