shivanand jha

કોરોનાની વિકટ સ્થિતી વચ્ચે અધિકારીઓની પત્રકાર પરિષદો બંધ નેતાઓના મેળાવડા ચાલુ

કોરોનાનો ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020નાં રોજ નોંધાયો હતો, જ્યારે ગુજરાતમાં રાજકોટ ખાટે 19 માર્ચનાં દિવસે નોંધાયો હતો. ત્યાર બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. દિવસનાં માત્ર 2-4 કેસ નોંધાતા હતા ત્યારે ગુજરાતનાં ટોચના અધિકારીઓ ગર્વિષ્ટ ચાલે આવતા અને માત્ર આટલા જ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં તમામ તૈયારીઓ સજ્જડ છે આપણે કોરોનાને હરાવીશું જેવા બણગા ફુંકીને ચાલતી પકડતા હતા.

May 26, 2020, 05:36 PM IST

પોલીસવડાની મહત્વની જાહેરાત, આગામી ત્રણ-ચાર દિવસ શ્રમિકો માટે ઓરિસ્સા જવાની ટ્રેન નહિ ઉપડે

રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 

May 17, 2020, 04:57 PM IST

લોકડાઉનમાં ખેડૂતોને તેમના કામ માટે રોકવામા નહિ આવે : રાજ્યના પોલીસવડા

ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે. 

May 16, 2020, 04:25 PM IST

કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા

લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

May 15, 2020, 06:13 PM IST

લોકડાઉનમાં આંશિક છુટછાટો અપાઇ, પોલીસની જવાબદારી વધી છે: ડીજીપી શિવાનંદ ઝા

ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. 

May 14, 2020, 04:51 PM IST

ઇ ટિકિટના આધારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ, નિયમોનું કડક પાલન કરાવાશે: ડીજીપી

ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સંક્રમણ ન ફેલાય તે માટે કાળજી સાથે લોકોની અગવડતા ઘટાડવા માટે તંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે રેલ મંત્રાલય દ્વારા શ્રમીક ટ્રેન ઉપરાંત કેટલીક બીજી ટ્રેન શરૂ કરામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરાયેલી છે. લોકો દ્વારા આ ગાઇડ લાઇનનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.

May 12, 2020, 05:43 PM IST

પગપાળા વતન જનારાઓને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કામગીરી કરાશે : શિવાનંદ ઝા

લૉકડાઉન (Corona Lockdown) ના ચૂસ્ત અમલની વિગતો આપતાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા (shivanand Jha) એ જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. દરેક નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.

May 10, 2020, 05:52 PM IST

કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરતા અસામાજિક તત્વોને સાંખી લેવાશે નહિ : રાજ્ય પોલીસવડા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા શક્ય એટલા સઘન પ્રયાસો કરાય છે. લૉકડાઉનને અસરકારક બનાવવાની વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરનાર અસામાજિક તત્વોને પણ સાંખી લેવાશે નહિ. લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે.

May 9, 2020, 08:31 PM IST

DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.

May 8, 2020, 06:26 PM IST

કોરોના સંક્રમણની સાંકળને એકબીજાનો સંપર્ક ઘટાડે તે જરૂરી- શિવાનંદ ઝા

ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.

May 3, 2020, 05:50 PM IST

રાજ્ય પોલીસને રેડ ઝોનને કોર્ડન કરીને કડક કાર્યવાહીનો આદેશ: ડીજીપી શિવાનંદ ઝા

લોકડાઉનમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હોવા છતા રાજ્યમાં કોરોના કેસો વધવાની કાબુમાં નથી આવી રહી. અમદાવાદમાં રોજિંદી રીતે ડબલ ડિજીટમાં આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર સહિત નાગરિકો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આઝના જ દિવસમાં ગાંધીનગરમાંથી 7, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને અમદાવાદનાં બોપલમાં 2 કેસ નોંધાયા છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ગુજરાતમાં 4738 કુલ દર્દીઓ થઇ ચુક્યા છે. 236 ના મોત અને 736 લોકો રિકવર થઇ ચુક્યા છે. આ અંગે રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આધારે રાજ્યનાં તમામ વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

May 2, 2020, 04:31 PM IST

કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર એટલે સાવચેતી : શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે સ્થાપના દિવસની નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે એકમાત્ર હથિયાર સાવચેતી  છે. તેથી આ વિજય સંકલ્પ દરેક નાગરિકને લેવા માટે રાજ્યના પોલીસવડાએ અપીલ કરી છે. કોરોના સંક્રમણ સામે તમે જે રીતે એક થઈને લડ્યા છો, તે રીતે આગળ પણ આ સંક્રમણને હરાવી શકાય. માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહિ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુ કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા આ સંકલ્પ આજે લો. 

May 1, 2020, 04:27 PM IST

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા

લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગરના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.

Apr 29, 2020, 04:10 PM IST

જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરો : પોલીસ વડા શિવાનંદ ઝા

પોલીસ વડાએ માહિતી આપી છે કે રાજ્યમાં લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉકડાઉન તોડશે તો કાર્યવાહી થશે.

Apr 26, 2020, 05:06 PM IST

lockdown છે ત્યાં સુધી રહેશે પોલીસની બાજનજર : પોલીસવડા શિવાનંદ ઝા

ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે lockdown માંથી મુક્તિ આપવામાં આવી છે એ સિવાયના લોકો lockdown પાલન કરે તે જરૂરી છે.

Apr 24, 2020, 04:32 PM IST

ઠેલાઈ પોલીસવડા શિવાનંદ ઝાની નિવૃત્તિ, અપાયું ત્રણ મહિનાનું એક્સટેન્શન

હાલમાં વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે ગુજરાત અને ભારતમાં લોકડાઉન છે. આ લોકડાઉનને કારણે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 

Apr 23, 2020, 11:48 PM IST

પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પોલીસ આકરા પાણીએ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે પોલીસ અને મેડિકલ સહિતના કોરોના સામે કામ કરી રહેલા લોકો પર હુમલા કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

Apr 23, 2020, 04:27 PM IST

ધાર્મિક તહેવાર ઘરમાં બેસીને ઉજવો નહીંતર પોલીસ લેશે કડક પગલાં, પોલીસ વડાની સ્પષ્ટ ચેતવણી

શિવાનંદ ઝાએ lockdownનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાના ગુના વિશે માહિતી આપી છે કે લોકડાઉનનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે

Apr 22, 2020, 04:49 PM IST