surat corona

Surat: કોરોનાના સૌથી ઘાતક બ્રિટિશ સ્ટ્રેન બાદ દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન મળી આવતા હડકંપ

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ બેકાબુ થયેલા કોરોનાને રાત્રી કર્ફ્યૂના કારણે કોરનાના કેસ ધીરે ધીરે કાબુમાં આવવા લાગ્યા હતા. ગુજરાતમાં એક સ્થિતી એવી આવી ગઇ હતી કે, કોરોનાનાં આંકડા સમગ્ર ગુજરાતમાં ઘટી ગયા હતા. અનેક જિલ્લાઓમાં તો કેસ જ નહોતા આવતા. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે. કોરોના ફરી એકવાર વકરવા લાગતા સરકાર પણ દોડતી થઇ ગઇ છે. કોરોનાની સ્થિતી ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક બને તેવી શક્યતાઓ છે. 

Mar 9, 2021, 06:39 PM IST