t shirt

Gandhinagar: વિધાનસભામાં ટીશર્ટ પહેરી આવેલા ધારાસભ્યને ત્રિવેદીએ કાઢી મુક્યાં, ભાજપ-કોંગ્રેસ સામસામે

  વિધાનસભા સત્ર સતત ચર્ચામાં રહેતું હોય છે. જો કે આજે એક ધારાસભ્યનાં પહેરવેશનાં કારણે આ સત્ર ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશનાં કારણે ધમાસાણ મચ્યું હતું. સોમનાથના ધારાસભ્ય અને કોંગ્રેસનાં યુવા નેતા વિમ ચુડાસમા વિધાનસભામાં ફ્રી સ્પીરિટ લખેલું બ્લેક કલરનું રાઉન્ડ નેટ ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાન આ મુદ્દે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તે પ્રકારનું ટી શર્ટ પહેરીને આવવા અંગેની સુચના આપવામાં આવી હતી. જો કે વિમલ ચુડાસમાએ પોતાનાં પહેરવેશ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. 

Mar 15, 2021, 04:04 PM IST

મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ

અત્યાર સુધી રાહુલ ગાંધીએ સીધો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જે કોગ્રેસ દ્વારા અત્યાર સુધી ચલાવવામા આવી રહ્યુ છે. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. 
 

Mar 16, 2019, 08:06 PM IST