Gandhinagar: વિધાનસભામાં ટીશર્ટ પહેરી આવેલા ધારાસભ્યને ત્રિવેદીએ કાઢી મુક્યાં, ભાજપ-કોંગ્રેસ સામસામે

  વિધાનસભા સત્ર સતત ચર્ચામાં રહેતું હોય છે. જો કે આજે એક ધારાસભ્યનાં પહેરવેશનાં કારણે આ સત્ર ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશનાં કારણે ધમાસાણ મચ્યું હતું. સોમનાથના ધારાસભ્ય અને કોંગ્રેસનાં યુવા નેતા વિમ ચુડાસમા વિધાનસભામાં ફ્રી સ્પીરિટ લખેલું બ્લેક કલરનું રાઉન્ડ નેટ ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાન આ મુદ્દે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તે પ્રકારનું ટી શર્ટ પહેરીને આવવા અંગેની સુચના આપવામાં આવી હતી. જો કે વિમલ ચુડાસમાએ પોતાનાં પહેરવેશ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. 

Gandhinagar: વિધાનસભામાં ટીશર્ટ પહેરી આવેલા ધારાસભ્યને ત્રિવેદીએ કાઢી મુક્યાં, ભાજપ-કોંગ્રેસ સામસામે

ગાંધીનગર:  વિધાનસભા સત્ર સતત ચર્ચામાં રહેતું હોય છે. જો કે આજે એક ધારાસભ્યનાં પહેરવેશનાં કારણે આ સત્ર ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશનાં કારણે ધમાસાણ મચ્યું હતું. સોમનાથના ધારાસભ્ય અને કોંગ્રેસનાં યુવા નેતા વિમ ચુડાસમા વિધાનસભામાં ફ્રી સ્પીરિટ લખેલું બ્લેક કલરનું રાઉન્ડ નેટ ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાન આ મુદ્દે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તે પ્રકારનું ટી શર્ટ પહેરીને આવવા અંગેની સુચના આપવામાં આવી હતી. જો કે વિમલ ચુડાસમાએ પોતાનાં પહેરવેશ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. 

જેના પગલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધારાસભ્ય ન માને તો તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્તનો પ્રસ્તાવ આપ્યો હતો. આ અંગે કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે વિમલ ચુડાસમાએ પોતાની સાથે થયેલા વર્તન અંગે કહ્યું કે, આ મારુ નહી પરંતુ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉ અનેક ધારાસભ્યો ટી શર્ટ પહેરીને આવી ચુક્યા છે. પરંતુ હું ઓબીસી હોવાનાં કારણે મારા પહેરવેશને નિશાન બનાવીને મારુઅપમાન કરવામાં આવ્યું છે. આ જ પહેરવેશ દ્વારા મે ભાજપનાં ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અને તત્કાલીન મંત્રીને 20 હજાર મતથી હરાવ્યા હતા. 

સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઝંપલાવ્યું હતું તેમણે કહ્યું કે, હાઉસને ગરિમાને યોગ્ય લાગે તેવો પહેરવેશ પહેરીને ચુડાસમાએ આવવું જોઇએ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કેટલાક નિયમો વણલખેલા હોય છે.ઇંગ્લેન્ડનું તો આખુ જ બંધારણ વણલખાયેલું છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષનાં સત્રમાં જ સરકારનાં એક કેબિનેટ મંત્રી અને યુવા ધારાસભ્ય ટીશર્ટ પહેરીને આવ્યા હતા. તેમણે ટીશર્ટ પહેરીને પ્રશ્નોતરી કાળમાં ઉભા થઇને જવાબો પણ આપ્યા હતા. ત્યારે સરકારની આ બેવડી નીતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news