Tamilnadu news News

આજે રાત્રે 40 વર્ષ માટે તળાવમાં જળસમાધિ લેશે ભગવાન અતિ વરદરાજા
તમિલનાડુના સૌથી જૂના શહેરોમાંથી એક કાંચીપુરમમાં દોઢ મહિનામાં અંદાજે 90 લાખ જેટલા લોકો આવી ચૂક્યા છે. તેનુ એક ખાસ કારણ છે. અહીં જે ભગવાન છે, તે 40 વર્ષો બાદ ભક્તોને દર્શન આપવા માટે જળસમાધિમાંથી બહાર આવે છે. આ મંદિરનું નામ છે વરદરાજા સ્વામી મંદિર. વરદરાજા સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા વરદરાજા સ્વામીની પ્રતિમાને 40 વર્ષમાં એકવાર તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. આ પ્રતિમાને 48 દિવસ સુધી મંદિરમાં દર્શન માટે રાખવામાં આવે છે. આજે ભગવાન અતિ વરદરાજાના દર્શનનો અંતિમ દિવસ છે. હવે 40 વર્ષ બાદ જ તેમના દર્શન થશે. આજે 17 ઓગસ્ટના રોજ રાત્રે તળાવમાં ફરી તળાવમાં રાખવામાં આવશે. હવે 2059માં આ પ્રતિમા કાઢવામાં આવશે. 
Aug 17,2019, 17:45 PM IST

Trending news