Thanksgiving day News

Thanksgiving Day : આજના દિવસે અમેરિકાએ આખી દુનિયાને શીખવાડી એક ખાસ કલા
થેંક્સ ગિવિંગ ડે (Thanksgiving Day) આમ તો અમેરિકાના લોકો માટે બહુ મહત્વનો છે. દર વર્ષે થેંક્સ ગિવિંગ ડે નવેમ્બરના ચોથા ગુરુવારે ઉજવવામાંઆવે છે અને આજે 28 નવેમ્બરના રોજ આ ખાસ દિવસ છે. આખુ અમેરિકા આ દિવસ આજે ઉજવી રહ્યું છે. પણ હકીકતમાં, આ દિવસ પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યનો છે. આ દિવસ તમે તમારે મન મહત્વની વ્યક્તિને આજે થેંક્સ કહી શકો છે. જે વ્યક્તિએ તમારા જીવનમાં ખાસ યોગદાન આપ્યું હોય તો તમે તેનુ ઋણ આજે થેંક્સ કહીને ચૂકવી શકો છો. થેંક્સ ગિવિંગ ડે પર આજે સમગ્ર અમેરિકા (America) માં રજા રહે છે. એટલું જ નહિ, આ દિવસ બાદથી અમેરિકામાં હોલિડે સીઝનની શરૂઆત થાય છે. થેંક્સ ગિવિંગ ડે બાદ ક્રિસમસ, હોનકાહ અને વિન્ટર સોલસ્ટાઈસ જેવી રજાઓનો લ્હાવો લોકો ઉઠાવે છે.
Nov 28,2019, 15:28 PM IST

Trending news