Thanksgiving Day : આજના દિવસે અમેરિકાએ આખી દુનિયાને શીખવાડી એક ખાસ કલા
Trending Photos
અમદાવાદ :થેંક્સ ગિવિંગ ડે (Thanksgiving Day) આમ તો અમેરિકાના લોકો માટે બહુ મહત્વનો છે. દર વર્ષે થેંક્સ ગિવિંગ ડે નવેમ્બરના ચોથા ગુરુવારે ઉજવવામાંઆવે છે અને આજે 28 નવેમ્બરના રોજ આ ખાસ દિવસ છે. આખુ અમેરિકા આ દિવસ આજે ઉજવી રહ્યું છે. પણ હકીકતમાં, આ દિવસ પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યનો છે. આ દિવસ તમે તમારે મન મહત્વની વ્યક્તિને આજે થેંક્સ કહી શકો છે. જે વ્યક્તિએ તમારા જીવનમાં ખાસ યોગદાન આપ્યું હોય તો તમે તેનુ ઋણ આજે થેંક્સ કહીને ચૂકવી શકો છો. થેંક્સ ગિવિંગ ડે પર આજે સમગ્ર અમેરિકા (America) માં રજા રહે છે. એટલું જ નહિ, આ દિવસ બાદથી અમેરિકામાં હોલિડે સીઝનની શરૂઆત થાય છે. થેંક્સ ગિવિંગ ડે બાદ ક્રિસમસ, હોનકાહ અને વિન્ટર સોલસ્ટાઈસ જેવી રજાઓનો લ્હાવો લોકો ઉઠાવે છે.
Video : કાતિલ અદા અને સુપરગ્લેમરથી ભરેલું ગીત Chandigarh Mein થયું રિલીઝ
આ તહેવાર ન માત્ર અમેરિકામાં જ ઉજવાય છે તેવું નથી, પરંતુ તેને કેનાડા, ફિલીપાઈન્સ, સેન્ટ લ્યૂસિય, લિબેરિયા અને નેધરલેન્ડ્સમા ઉજવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, થેંક્સ ગિવિંગ ડે પર રજાની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કરી હતી અને તેઓએ નવેમ્બરના છેલ્લા ગુરુવારે આ દિવસને ઉજવવાની જાહેરાત પણ કરી હતી. જોકે, 1939માં રાષ્ટ્રપતિ ફ્રેન્ડલીન ડી રોસવેલ્ટે તારીખ સેટ કરી, જેના બાદ 1941માં કોંગ્રેસ દ્વારા તેને અપ્રુવ કરવામાં આવ્યું હતું.
ક્યારે થઈ શરૂઆત
થેંક્સ ગિવિંગ ડેની શરૂઆત 1621માં થઈ હતી. કહેવાય છે કે, પહેલો થેંક્સ ગિવિંગ ડે ઈંગ્લેન્ડથી આવેલા શરણાર્થીઓએ ઉજવ્ય હતો. આ દિવસે ખેતરમાં બીજ રોપવામાં આવે છે, જેથી તેને હાર્વેસ્ટ ડે પણ કહેવામાં આવે છે.
અમેરિકામાં જેટલું મહત્વ ક્રિસમસનું છે, તેટલુ જ મહત્વ થેંક્સ ગિવિંગનું પણ છે. આ દિવસે લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે મળીને કેટલીક પારંપરિક વાનગીઓ બનાવે છે. અને સાથે એન્જોય કરે છે.
ટર્કી બનાવવાનું ચલણ
અમેરિકામાં થેંક્સગિવિંગ ડે પર લોકોને ટર્કી પકવીને ખાવુ બહુ જ પસંદ છે. માનવામાં આવે છે કે, હાર્વેસ્ટ ડેના દિવસે ટર્કીનો શિકાર કરીને તેને પકવવામાં આવે છે. પહેલા કેટલાક લોકોએ તેની શરૂઆત કરી હતી. બાદમાં ધારે ધીરે ચલણમાં આવવા લાગ્યું.
જોકે, 19મી શતાબ્દીમાં સંસ્થાપક એલેક્ઝાંડર હેમિલ્ટને જાહેરાત કરી હતી કે, કોઈ પણ સંયુક્ત રાજ્યનો નાગરિક થેંક્સ ગિવિંગ ડે પર ટર્કી ન પકાવે. તેમની વાત કેટલાક લોકોએ માની તો કેટલાક લોકોએ ન માની. પરંતુ દર વર્ષએ અમેરિકામાં 50 મિલિયન ટર્કી સર્વ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે