Told News

Dwarka મંદિર પર વિજળી પડવાની ઘટના અંગે પુજારીએ જણાવ્યું સંપુર્ણ સત્ય, આ ઘટનાનો સંકેત
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મેઘાડંબરના કારણે વિજળીના કડાકા અને ભડાકા જોવા મળી રહ્યા છે. દરમિયાન દ્વારકાધીશ શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થાય છે. ધ્વજા વિજળી પડવાનાં કારણે ફાટી જાય છે. આ વીડિયો હાલ SOCIAL MEDIA પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે નોંધીય છે કે, દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ છે. 1965 માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને હૂમલાનો પ્રયાસ કર્યો ત્યારે દ્વારકામાં એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો. ત્યાર બાદ 1998માં કંડલામાં આવેલા વાવાઝોડામાં કંડલા અને જામનગરમાં ભારે નુકસાન થયું હતુ પરંતુ દ્વારકામાં મોટુ નુકસાન આવ્યું નહોતું. 2001માં ધરતીકંપમાં પણ કચ્છમાં ભારે તારાજી સર્જાઇ હતી પરંતુ દ્વારકામાં એવું મોટુ ખાસ નુકસાન નોંધાયું નહોતું. આ માત્ર અને માત્ર દ્વારકાધીશના કારણે જ શક્ય બન્યું હોવાનું સ્થાનિકોની આસ્થા છે. 
Jul 13,2021, 23:19 PM IST

Trending news