Trump india visit News

રાષ્ટ્રપતિ ટ્રંપ પરિવાર સાથે પહોંચ્યા આગરા, લીધી તાજમહેલની મુલાકાત
Feb 24,2020, 21:00 PM IST
આ છે મહાસત્તાના મહાપ્રમુખે મોટેરામાં કરેલા સંબોધનના મહત્વના 10 મુદ્દા...
મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ મહાનુભાવોના નામ લઈને ટ્રમ્પે ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા. તો સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોના પણ વખાણ કર્યાં હતા. ગુજરાતમાં કરાયેલા ભવ્ય સ્વાગતના ટ્રમ્પે વખાણ કર્યા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનના કયા મુદ્દા મહત્વના હતા તે જાણીએ.... 
Feb 24,2020, 16:16 PM IST
ટ્રમ્પ બોલ્યા, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું
24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા. 
Feb 24,2020, 15:20 PM IST
32 પકવાન સાથેની ગુજરાતી થાળી ટ્રમ્પને પિરસાશે, ઓછા તેલમાં બનાવાઈ ખાસ વાનગીઓ
Feb 24,2020, 11:09 AM IST
અમેરિકાના મોંઘેરા મહેમાનના આગમન પહેલા પીએમ મોદીએ કરી ટ્વિટ, કહ્યું કે...
Feb 24,2020, 9:22 AM IST
Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉ
અમદાવાદમાં ટૂંક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પહોંચી જશે. આજે અમદાવાદમાં ઈતિહાસ સર્જાશે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપનો આ પહેલો ભારત પ્રવાસ છે. ડોનલ્ડ ટ્રંપ આજે સવારે લગભગ 11 વાગ્યા આસપાસ અમદાવાદમાં લેન્ડ થશે. આજે અમદાવાદમાં હાઉડી મોદી કાર્યક્રમથી પણ ભવ્ય કાર્યક્રમ નમસ્તે ટ્રંપ બની રહેશે. સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રંપ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે અમદાવાદમાં આવી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિને આવકારવા એરપોર્ટ પહોંચશે. સેનાની ત્રણેય પાંખોના વડાની હાજરીમાં પ્રમુખ ટ્રંપને ગાર્ડ ઓફ ઓનર આપશે. ગાર્ડ ઓફ ઓનર પછી ડેલિગેશનના તમામ પ્રતિનિધિઓની ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને પીએમ મોદી અને ટ્રંપ સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
Feb 24,2020, 9:06 AM IST
અમદાવાદના આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો, આવી રહ્યાં છે ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે વોશિંગ્ટનથી ગઈકાલે રાત્રે અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. જર્મનીમાં રાત્રિના રોકાણ કર્યા બાદ તેઓ આજે સવારે 11.40 એ ભારત પહોંચશે. ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ ક્ષણ અમદાવાદ માટે ખાસ બની રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરવાના છે. બંન્ને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે. ત્યારબાદ બંન્ને નેતાઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ટ્રાફિકને લઈને ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કુલ 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો શહેરમાં અત્યાર સુધી કુલ 18 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂરા ન થાય ત્યાં સુધી તમામ રસ્તાઓ બંધ રહેશે. 
Feb 24,2020, 8:29 AM IST
ટ્રમ્પ પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું, જૂના મિત્રને મળીને ભેટી પડ્યા
Feb 24,2020, 15:20 PM IST

Trending news