Vicious woman News

AHMEDABAD: સ્વરૂપવાન પુરૂષોને પોતાના ઘરે દારૂ પીવા બોલાવતી અને પછી એવું કામ કરતી કે.
ફિલ્મી સ્ટોરીની જેમ એકથી બેગમ જેવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એકથી બેગમની રિવોલ્વર, કર્તીઝ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે કાર્ટિઝ, સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. આ તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન ૩૧૪/૨ માં સર્ચ કરતા એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, ૯ કારટિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના ૭ ફોન એમ મળી કુલ ૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
Nov 30,2021, 23:08 PM IST

Trending news