Water cut News

વડોદરાના પૂર્વ અને દક્ષિણમાં પાણી કાપને લઇ કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
વડોદરા માં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર કોર્પોરેશન દ્વારા એક દિવસીય પાણીકાપ ની જાહેરાત કરવામાં આવી છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ માસ થી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે કરોડો લિટર પાણીનો વ્યય થયો છે. પાણીની લાઈન લીકેજ ના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસ થી પૂરતા પ્રેશર થી લોકો ને પાણી મળતું ન હતું. જેના કારણે લોકો માં પાલિકા સામે ભારે આક્રોશ છે. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર હેમાંગિની કોલેકરે હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. તો પાલિકા ના સત્તાધીશો પાણીની લાઈન લીકેજ ની કામગીરી બાદ પાણીની સમસ્યા ઉકેલાઈ જશે તેવો દાવો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે શું પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે છે કે પછી તેને નિર્દોષ છોડી મૂકી છે.
Nov 4,2019, 12:15 PM IST

Trending news