પુલવામા આતંકી હુમલો News

ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS-IPS અધિકારીઓને સોંપાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની અમદાવાદ મુલાકાતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. જેના માટે રાજ્ય અને શહેરના વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને એરપોર્ટથી એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સલામતિ, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ કમિશ્નર આશિષ ભાટિયાને સોંપવામાં આવી છે. એરપોર્ટ પર ટ્રમ્પનું રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરવામાં આવશે. જ્યાં ત્રણેય પાંખના ગાર્ડ તેમને સલામી આપશે.
Feb 14,2020, 12:11 PM IST
સુષમા સ્વરાજનું મોટૂ નિવેદન: ઇમરાન ખાન મસૂદને ભારતને સોંપે
દેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો. વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીતને ફગાવતા કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતીથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત તેની સાથે કોણ પ્રકારની વાતચીત નહીં કરે. બુધવારે ઈન્ડિયાઝ વર્લ્ડ: મોદી ગવર્મેન્ટ્સ ફોરેન પોલીસી પર વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાને વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર ઉતારુ થઈ ગયેલા આઈએસઆઈ અને પોતાની સેનાને કાબુમાં લેવાની જરૂર છે.
Mar 14,2019, 12:10 PM IST

Trending news