બોર્ડ પરીક્ષા News

ધોરણ 10માં ભાષાનું પેપર અને ધોરણ 12માં ભૌતિક વિજ્ઞાનનું
આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 માં આજે ભાષાનું પેપર છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે.
Mar 5,2020, 9:30 AM IST
‘બોર્ડ પરીક્ષા સમયે કોઈ ગામમાં કોઈ લગ્ન નહિ થાય...’ નર્મદા જિલ્લાના 72 ગામોએ લીધો મહ
Mar 3,2020, 20:59 PM IST

Trending news