શેરી મહોલ્લાની ખબર News

શેરી મહોલ્લાની ખબર: નવસારીના આમધરા વિસ્તારમાં નથી પાયાની સુવિધાઓ
ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે આપણે આવી પહોચ્યા છે.ચીખલી તાલુકાના આમધરા ખાતે આ ગામના લોકોની મુખ્ય સમસ્યા રસ્તાની છે.આમધરા ગામેથી કલીયારી ગામને જોડતો મુખ્ય માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.ત્યારે આ માર્ગ ઉપર શાળા પણ આવી છે.અને ગામમાં આવવા જવા માટે નો આજ એક મુખ્યમાર્ગ હોય જેથી આ માર્ગ બિસ્માર બનતા આ સ્થાનિકો પરેશાન થઈ ચુક્યા છે.ત્યારે આ અંગે મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજુઆતો કરવામાં આવી છે.તેમછતાં કોઈ જવાબ ન આવતા સ્થાનિકો હવે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમધરા ગામને બેંક ઓફ બરોડાએ દતક લઈ તેના વિકાસ કરવાની તૈયારીઓ કરી આમધરાને કેશલેશ બનાવવા તરફ પણ એક પહેલ કરી હતી.
Jan 16,2020, 18:50 PM IST
શેરી મહોલ્લાની ખબર: ભરૂચમાં યુવતીએ લીધી જળસમાધિ
Jan 16,2020, 18:40 PM IST
શેરી મહોલ્લાની ખબર: સુરતના માંગરોળ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો પરેશાન
વાત કરીએ માંગરોળના સિયાલજ ગામની સીમમાંથી પસાર થતી ઘોડા ખાડી માં રાતના અંધારામાં અંકલેશ્વર અને વાપી જી,આઈ,ડી,સીમાંથી ઝેરી કેમિકલ ટેન્કર માં ભરી સુરત જીલ્લાના સિયાલજ ખાડીમાં છોડીન જતા અસંખ્યના માછલાઓના મોત નીપજ્યા હતા જયારે ખાડી ના પાણી દુષિત થઇ જતા ખેતીના પાકને ભારે નુકશાન થવાની દહેશત ઉભી થઇ છે ઝરી પાણીના કારણે પશુઓના મોત થયા છે સાથે પાણીમાંથી એટલી હદે દર્ઘન મારી રહી છે કે લોકો ખાડી પાસેથી પસાર થાય તો મોઢા પર રૂમાલ મુકવો પડે છે,મોટા ભાગની ખાડી કીમ નદીને મળતી હોવાથી કીમ નદી પણ ઉદ્યોગોના કેમીકલયુક્ત પાણીના કારણે દુષિત થઇ રહી છે ત્યારે સિયાલજ ગામના લોકો અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરીં રહ્યા છે.
Jan 9,2020, 18:33 PM IST
શેરી મહોલ્લાની ખબર: રાજકોટની શિવધામ સોસાયટીમાં લોકો પાયાની જરૂરીયાતથી વંચિત
ઝી 24 કલાકની વિશેષ રજુઆત શેરી મોહલ્લામાં આજે આપણે વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 18 માં આવેલ શિવધામ સોસાયટીની... 5 વર્ષ પહેલા રાજકોટના છેવાડા ના વિસ્તાર એવા કોઠારીયા વિસ્તારનો મનપા માં સમાવેશ કરવામાં આવ્યો હતો.. મનપા માં સમાવેશ બાદ આજે પણ આ વિસ્તારના લોકો પાયા ની સુવિધા થી વંચિત જોવા મળી રહ્યા છે.. આ વોર્ડ નંબર 18 માં જ આવેલ શિવધામ સોસાયટી કે જ્યાં અંદાજીત 300 જેટલા ઘર આવેલ છે અને આ વિસ્તારમાં લોકો રોડ , રસ્તા , સફાઈ , સ્ટ્રીટ લાઇટ અને પાણી ની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે.. આ વિસ્તારમાં પાણી બે દિવસે એક વાર આવતું હોવાનો મહિલાઓ જણાવી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકો નો અવાજ સરકાર સુધી પહોંચાડવા એક પ્રયાસ ઝી 24 કલાક કરી રહી છે....
Jan 8,2020, 18:05 PM IST

Trending news